Wed Jun 24 2026

Logo

'ધર્મન'નું ફર્સ્ટ લુક જોઈ ફેન્સ ચોંક્યા, ડૉક્ટરના અવતારમાં રજનીકાંત ક્યા વિષય પર ફિલ્મ લઈને આવશે?

2026-06-24 16:30:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અને થલાઈવા- રજનીકાંત એક બ્રેકબાદ ફરી બિગ સ્ક્રિન પર પોતાની અદા તથા એક્શન બતાવવા માટે આવી રહ્યા છે. નવી ફિલ્મમાં રજનીકાંતનો એક નવો અવતાર જોવા મળશે. કમલ હસનના બેનર નીચે તૈયાર થયેલી ફિલ્મનું નામ 'ધર્મન' છે. આ ફિલ્મના રિલીઝ થયેલા પોસ્ટરમાં રજનીકાંત એક ડૉક્ટરના અવતારમાં જોવા મળી રહ્યા છે.  આ ફિલ્મને અશ્વથ મારીમુથુએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મનું શુટિંગ ચેન્નઈમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મની દુનિયામાં દમદાર કેમબેક સાથે એમની આ ફિલ્મ આવી રહી છે. પણ ચર્ચા એવી પણ છે કે,'જેલર-2' પણ ફિલ્મ આવી રહી છે.આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળશે.

 

એક્ટ્રેસ કોણ છે?એ જાહેર થયું
'ધર્મન' ફિલ્મમાં રજનીકાંત લીડ રોલ પ્લે કરી રહ્યા છે, એમની સાથે રાશી ખન્ના અને સિમરન લીડ રોલ પ્લે કરશે. ફિલ્મમેકર્સે હજુ સુધી સમગ્ર સ્ટારકાસ્ટમાં કોણ છે એ અંગે કોઈ પ્રકારની જાહેરાત કરી નથી.આ ફિલ્મમાં સંગીત અનિરૂદ્ધ રવિચંદર આપશે, જ્યારે સિનેમેટોગ્રાફીની જવાબદારી નિકેત બોમ્મીની છે.એડિટિંગ પ્રદીપ રાઘવ અને એક્શન અનબારિવને સોંપવામાં આવ્યું છે. મેકર્સે ખુદ એકવાત નક્કી કરી છે કે, આ ફિલ્મમાં રજનીકાંત ડૉક્ટરના રૂપમાં જોવા મળશે. ફિલ્મમાં પરિવારની ભાવના અને થ્રિલર એલિમેન્ટ ભરપૂર હશે. આ એક કમર્શિયલ એન્ટરટેઈનર ફિલ્મ હશે. આ ફિલ્મ શેના પર છે અને વિષય શું છે એના પર હજુ સુધી સસ્પેન્સ યથાવત છે. ફેન્સ જાણવા ઈચ્છે છે કે, આખરે આ સસ્પેન્સ શું છે અને વિષય શું છે.  

પોસ્ટરનું કેપ્શન દમદાર 
પોસ્ટરમાં જોઈ શકાય છે કે, રજનીકાંત મેડિકલ સ્ક્રબ છે અને એક વ્યક્તિ પર પગ મૂકીને ઊભા છે. એવું લાગે છે કે, આની સાથે મારપીટ કરવામાં આવી છે. આ ફિલ્મ પર મેકર્સે તમિલમાં કેપ્શન લખ્યું છે. 'धर्ममे वेल्लुम'જેનો અર્થ થાય છે કે, ન્યાયની જીત થશે. આ ખૂબ જ રસપ્રદ પોસ્ટર છે. આ પોસ્ટર સામે આવતા ફેન્સ માટે ફરી એકવાર ઈન્તેઝારી વધી ગઈ છે. ફેન્સ હવે આ ફિલ્મનું ટિઝર ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે. હાથમાં ચાકુ છે અને શરીર પર ઘાવ સાથ લોહીના ડાઘ છે. આ વખતે એના હાથમાં એક સસ્પેન્સ બ્રેસલેટ પણ જોવા મળી રહ્યું છે. જોકે, ફિલ્મની વાર્તા શું છે અને વિષય શું છે એ અંગે કોઈ પ્રકારની માહિતી સામે આવી નથી.'જેલર-2'ની રાહ જોઈને બેઠેલા ફેન્સને આ ફિલ્મનું પોસ્ટર આવતા વધુ એક સરપ્રાઈઝ મળી છે. આ ફિલ્મ રાજકમલ ફિલ્મ અંતર્ગત તૈયાર થઈ રહી છે. આ કંપની ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. 

રિલીઝ અંગે ચર્ચા શરૂ
સોશિયલ મીડિયા પર રજનીકાંતનો નવો લૂક અને પોસ્ટર ચર્ચામાં છે ફેન્સ દિલ ખોલીને આના પર કોમેન્ટ કરી રહ્યા છે. દિલવાળા ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે,પોસ્ટરને શેર કરી રહ્યા છે. બુધવારે 24 જુનના રોજ ચેન્નઈમાં આ ફિલ્મનું મુહુર્ત થયું હતું. આ પ્રસંગે ખાસ એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના મોટા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પણ સૌથી વધારે ચર્ચા રજનીકાંતની થઈ રહી છે. હાથમાં ગ્લવ અને બીજા હાથમાં ચાકું સાથેનો લૂક જોવા મળ્યો છે. હવે ફિલ્મની વાર્તા શું છે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એ પહેલા જેલર-2 આવશે એ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.