Mon May 18 2026

Logo

હેં, મગરમચ્છનું પર્સનલ ડેન્ટિસ્ટ ગણાય છે આ ટચુકડું દેખાતું પક્ષી? વિશ્વાસ ના હોય તો આ વીડિયો જોઈ લો...

2026-05-18 15:22:00
Author: Darshana Visaria
Article Image

કુદરતની દુનિયા અનોખા રહસ્યોથી ભરપૂર છે. કલ્પના કરો કે જે મગરમચ્છ પોતાના શિકારને એક ઝાપટે ઓહિંયા કરી જાય છે, એ જ મગરમચ્છના મોંમા જઈને એક ટચુકડું પક્ષી તેના દાંતમાં ફસાયેલા નાના નાના માંસના ટૂકડા કે બચી ગયેલો ખોરાક ખાય એવી કલ્પના પણ કરવી પણ કેટલી મુશ્કેલ છે નહીં? તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે અને આ જ કારણસર આ પક્ષીને મગરમચ્છનો પર્સનલ ડેન્ટિસ્ટ કહેવામાં આવે છે. ચાલો આજે જાણીએ આ પક્ષી વિશે અને કેમ તેને મગરમચ્છનો ડેન્ટિસ્ટ કહેવામં આવે છે એ... 

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે એક નાનકડા પક્ષી સામે મગરમચ્છ પોતાનું મોં ખોલીને શાંતિથી બેસી રહે છે. આ કોઈ જાદુ નથી, પણ પ્રકૃતિનું એક અદભૂત તાલમેલ છે, જ્યાં એ પક્ષી મગરમચ્છ માટે 'ડેન્ટિસ્ટ' (દાંતના ડૉક્ટર)નું કામ કરે છે. 

માણસોને દાંતમાં દુખાવો થાય તો તેઓ ડેન્ટિસ્ટ પાસે જાય છે, પણ મગરમચ્છ માટે આ કામ 'પ્લોવર' (Egyptian Plover) નામનું પક્ષી કરે છે. દેખાવમાં નાનકડું લાગતું આ પક્ષી કોઈ પણ પ્રકારના  ડર વિના મગરમચ્છના ખૂંખાર મોંની અંદર પ્રવેશે છે અને તેના દાંતની સફાઈ શરૂ કરી દે છે.

દુનિયાનો સૌથી ખતરનાક શિકારી ગણાતો મગરમચ્છ આ પક્ષીને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી કે તેને ગળી જતો નથી. તેની પાછળ એક ખાસ વૈજ્ઞાનિક કારણ છે જેને જીવવિજ્ઞાનમાં 'સિમ્બાયોસિસ' એટલે કે સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. તમે પણ આ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

 

મગરમચ્છ જ્યારે માંસ ખાય છે, ત્યારે માંસના ટુકડા તેના દાંત વચ્ચે ફસાઈ જાય છે. મગરમચ્છ પાસે હાથ નથી, એટલે તે જાતે દાંત સાફ કરી શકતો નથી. જો આ માંસ સડી જાય તો તેને દાંતમાં સડો અને અસહ્ય દુખાવો થાય છે. આવી સ્થિતિમાં મગરમચ્છ નદી કિનારે પોતાનું મોં ખુલ્લું રાખીને સ્થિર સૂઈ જાય છે. આ જોઈને પ્લોવર નામનું પક્ષી તેના મોંમાં અંદર જઈને દાંતમાં ફસાયેલું માંસ ખાવા લાગે છે. આનાથી પક્ષીને પેટભરીને ખાવાનું મળી જાય છે અને મગરમચ્છના દાંત પણ એકદમ સાફ થઈ જાય છે!

મગરમચ્છ અને પ્લોવર નામના આ પક્ષી વચ્ચેના સંબંધોમાંઆ સંબંધમાં બંનેનો ફાયદો છે. પ્લોવર પક્ષી મગરમચ્છ માટે એક 'લાઈફ સેવર' છે, જે તેને દાંતના ઈન્ફેક્શનથી બચાવે છે. આ જ કારણે પ્રકૃતિનો નિયમ તોડીને પણ મગરમચ્છ આ પક્ષી પર ક્યારેય હુમલો નથી કરતો અને સફાઈ પૂરી થતાં જ પક્ષી આરામથી ઉડી જાય છે.

છે કે કુદરતની લીલા એકદમ ન્યારી? આ અલક-મલકની માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ જ વધારો કરજો હં ને?  આવી જ બીજી અનોખી અને જાતજાતની વાતો અને જાણકારી વાંચવા અને જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.