Fri Sep 11 2026

Logo

કુર્લામાં શીતલ તળાવમાં તરવા ગયેલો યુવક ડૂબી ગયો

2026-07-17 18:37:20
Author: Sapna Desai
કુર્લામાં શીતલ તળાવમાં તરવા ગયેલો યુવક ડૂબી ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના કુર્લા (પશ્ર્ચિમ)માં આવેલા શીતલ તળાવમાં તરવા ગયેલા ૧૯ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના શુક્રવારે સવારે બની હતી.કુર્લામાં એલ.બી.એસ. રોડ પર શીતલ તળાવ આવેલું છે.  ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શુક્રવારે સવારના લગભગ ૧૧.૪૯ વાગ્યાની આસપાસ ૧૯ વર્ષનો આદિત્ય દિલીપ તાયડે તરવા માટે તળાવમાં ગયો હતો. તેને તરતા આવડતું ન હોવાને કારણે તે ડૂબવા માંડ્યો હતો. 

ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ ઘટના સ્થળે પહોંચીને તેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ તેને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને નજીક આવેલી પાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરજ પર હાજર રહેલા ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.