Mon Aug 31 2026

Logo

પવઈમાં કાર પર ઝાડ તૂટી પડ્યું: કોઈ જખમી નહીં

2026-07-17 18:33:44
Author: Sapna Desai
પવઈમાં કાર પર ઝાડ તૂટી પડ્યું: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી વૃક્ષો અને તેની ડાળખીના તૂટી પડવાનું પ્રમાણ વધી ગયું છે. શુક્રવારે બપોરના પવઈમાં આઈઆઈટી ગેસ નજીક ફુલોરા સોસાયટીમાં બપોરના ૨.૪૯ વાગ્યાની આસપાસ એક વિશાળ વૃક્ષ નજીકમાં પાર્ક કરેલી કાર પર તૂટી પડ્યું હતું. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કાર પરથી વૃક્ષને હટાવ્યું હતું.

સદ્નસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. ફાયરબ્રિગેડના કહેવા મુજબ પવન ફૂંકાવાને કારણે શુક્રવારે ઝાડ તૂટી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જોકે તપાસ બાદ ચોક્કસ કયા કારણથી ઝાડ તૂટયું તે જાણી શકાશે. મુંબઈમાં ઝાડ તૂટી પડવાને કારણે અત્યાર સુધી ૧૧ વર્ષના ચેમ્બુરના વિદ્યાર્થી સહિત ૧૯ વર્ષનો યુવકનું આરે કોલોનીમાં મૃત્યુ થઈ ચૂક્યું છે.