Sat Sep 12 2026

Logo

કલ્યાણના સેક્સ રૅકેટમાં બે કોલકતામાં પકડાયા

2026-07-17 18:53:11
Author: Yogesh C. Patel
કલ્યાણના સેક્સ રૅકેટમાં બે કોલકતામાં પકડાયા

થાણે: કલ્યાણ રેલવે સ્ટેશન નજીક ચલાવાતા કથિત સેક્સ રૅકેટમાં સંડોવાયેલા બે આરોપીની કોલકતામાં ધરપકડ કરાઈ હતી. આ કેસમાં પોલીસે અગાઉ સાત આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં તેમની સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યો હતો.

ઝોન-3 કલ્યાણના ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે મહાત્મા ફુલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમે આ રૅકેટનો માસ્ટરમાઈન્ડ કોલકતામાં હોવાનું શોધી કાઢ્યું હતું. કોલકતા પહોંચેલી ટીમે પશ્ર્ચિમ બંગાળથી માસ્ટરમાઈન્ડ સહિત બેને 14 જુલાઈએ પકડી પાડ્યા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ આ રૅકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તોફિક ઉર્ફે ટોપ્યા હિમાયત સય્યદ છે. તેની સાથે ટોળકીના સક્રિય સભ્ય મિતા નારાયણ બારીકની પણ ધરપકડ કરાઈ હતી. આ મહિનાના પ્રથમ સપ્તાહમાં એમસીઓસીએ લગાવવામાં આવ્યા પછી બન્ને ફરાર થઈ ગયા હતા.

બન્નેને શોધી કાઢવામાં સાઉથ ચોવીસ પરગણાની ડાયમંડ હાર્બર પોલીસે સહાય કરી હતી. પશ્ર્ચિમ બંગાળની અદાલતમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી બન્નેને કલ્યાણ લાવવામાં આવ્યા હતા. આ પ્રકરણે 21 ફેબ્રુઆરી, 2026ના મહાત્મા ફુલે ચોક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ટોળકીએ 20 યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને દેહવેપાર માટે તેમને મજબૂર કરી હતી, એવું તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)