(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માનખુર્દ અને મુલુંડમાં થયેલા બસ ઍક્સિડન્ટને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે વેટ લીઝ પર રહેલી બસના ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ પ્રોગામ રાખ્યો છે, જેમા કૉન્ટ્રેક્ટ પર રહેલા લગભગ ૫,૨૦૦ ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવવાની છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ લગભગ ૫,૨૦૦ વેટ લીઝ બસ ડ્રાઈવરો માટે ત્રણ દિવસીય સ્પેશિયલ ટ્ર્રેનિંગ પ્રોગામ રહેશે. આગામી બે મહિનામાં તમામ ડ્રાઈવરોની ટ્રેનિંગ પૂર્ણ કરવાનું આયોજન છે. ટ્રેનિંગને કારણે ડ્રાઈવર સુરક્ષિત અને સંરક્ષણાત્મક વાહનો ચલાવી શકશે. ટ્રેનિંગ દરમ્યાન લેનની શિસ્તનું પાલન, લેન કટિંગ ટાળવું, સ્પીડ કંટ્રોલ, બે વાહનો વચ્ચે સુરક્ષિત અંતર રાખવું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ટાળવો જેવી બાબતો પર ભાર આપવામાં આવશે.