વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, સંપત્તિ, વૈભવ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મીન રાશિમાં ઉદય પામે છે, ત્યારે તે અત્યંત બળવાન બને છે. પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ થનારો શુક્રનો આ ઉદય ત્રણ ભાગ્યશાળી રાશિઓ માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે અને તેમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યોતિષીય ગણતરી અનુસાર દરેક ગ્રહોના ઉદય અને અસ્તની સીધી અસર માનવ જીવન પર પડે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદિત થવા જઈ રહ્યો છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્યોદય સમાન સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને
વૃષભઃ
વૃષભ રાશિમાં શુક્રનો ઉદય વૃષભ રાશિના જાતકો માટે વરદાન સમાન સાબિત થઈ શકે છે. તમારી રાશિમાં શુક્ર આવક અને નફાના ભાવમાં ઉદિત થશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન કે મિલકત ખરીદી શકો છો. રોકાણ કરવા માટે પણ આ સમયગાળો એકદમ અનુકૂળ છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આ પરિવર્તન વ્યાવસાયિક ઉંચાઈઓ અપાવનારું રહેશે. શુક્ર તમારા કર્મ ભાવમાં ઉદિત થતો હોવાથી નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી આકર્ષક ઓફર્સ મળી શકે છે. વેપાર કરી રહેલાં વેપારીઓને વેપારમાં પણ નવી યોજનાઓ સફળ થશે.
મીનઃ
મીન રાશિમાં જ શુક્ર લગ્ન ભાવમાં ઉદિત થઈ રહ્યો છે, જે તમારા માટે સર્વશ્રેષ્ઠ સમય દર્શાવે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. માનસિક શાંતિ અને હકારાત્મકતાનો અનુભવ થશે. કૌટુંબિક સંબંધો મજબૂત બનશે. જે લોકો અપરિણીત છે, તેમના માટે લગ્નના સારા પ્રસ્તાવો આવવાની પૂરી શક્યતા છે. જીવનમાં ખુશહાલીનું આગમન થશે.