જો સ્વચ્છ આકાશ હશે તો પ્રતિ કલાકે 15 થી 20 ઉલ્કા વર્ષા નરી આંખે દેખાશે: પરોઢનો સમય શ્રેષ્ઠ
ભુજ: સમગ્ર દેશની સાથે સરહદી કચ્છમાં આગામી 30 દિવસ સુધી ડેલ્ટા -એક્વેરીડ્સ નામની અદભુત ઉલ્કાવર્ષાનો અદભુત નજારો આકાશમાં જોવા મળશે. અમુક દિવસોમાં વાદળાના અવરોધો વચ્ચે પણ ઉલ્કાવર્ષા જોવા મળશે અને જો સ્વચ્છ આકાશ હશે તો કલાકમાં 15 થી 20 જેટલી ઉલ્કા પડતી નજરે પડશે.
આ અંગે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોર 'સાગરે' માહિતી આપતાં જણાવ્યું હતું કે, 18મી જુલાઈથી આગામી 21મી ઓગસ્ટ સુધી દરરોજ ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કા વર્ષા જોવા મળશે, અને વિશ્વભરના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઇ અને પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી કરી દીધી છે.
29, 30, 31 જુલાઈ તેમજ ઓગસ્ટ માસના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 20 અને વધુમાં વધુ વિદેશમાં 100 ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજી જેવાં રોમાંચક દૃશ્યો જોઇ લોકો અચંબાનો અનુભવ કરશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો રીતસર વરસાદ જોવા મળશે. ઉલ્કા આકાશમાં જ બળીને રાખ થશે.
ઉપરાંત પ્રતિ કલાકે 10 થી 20 જેટલી ઉલ્કાઓ જોઈ શકાશે.ખરતા તારાઓ જોવાનો શ્રેષ્ઠ સમય રાત્રીના 2 થી 3 વચ્ચે છે. ધૂમકેતુ 96P Machholz આ મીટિઅર શાવર માટેનું કારણ બને છે. ધૂમકેતુ એક ટૂંકા ગાળાના છે, એક sungrazing, જેનો અર્થ છે કે તે સૂર્યથી અત્યંત નજીક પસાર થાય છે. તે દર 5 વર્ષે આપણા વાતાવરણને પસાર કરે છે, જે પાછળ પાછળ જાય છે.
સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહે છે. જયારે પૃથ્વી પર આ વિસર્જિત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આ વિશિષ્ટ મીટિઅર શાવર વિશેની એક સરસ વસ્તુ એ છે કે તે એક ચમત્કાર સાથે બને છે જ્યારે આપણે ચંદ્ર જોઈશું નહીં. જો વાદળો નહીં હોય તો આ ઉલ્કા વર્ષા જોવી અતિ સરળ હશે. જો તમે આ સુંદર શો જોવા માટે આગળ વધી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમને પ્રારંભિક સ્થાન મળ્યું છે. તેઓ એક લોકપ્રિય આકર્ષણ છે, અને અન્ય ઘણા લોકો તમારી સાથે જોવા મળશે તેમ નરેન્દ્રભાઈએ ઉમેર્યું હતું.
ઉત્સવ વૈદ્ય