Sun Oct 04 2026

Logo

'ભાઈજાન'ને આ શું થયું?, શેરા ફીટ તો સલમાન ખાનને શું થયું, યુઝર્સના સવાલોએ ચિંતા વધારી

2026-07-19 20:17:05
Author: Mumbai Samachar Team
'ભાઈજાન'ને આ શું થયું?, શેરા ફીટ તો સલમાન ખાનને શું થયું, યુઝર્સના સવાલોએ ચિંતા વધારી

મુંબઈઃ સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એના લૂકને જોઈને ફેન્સ ચોંકી ગયા છે, જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ સવાલ કરી રહ્યા છે કે આખરે સલમાન ખાનને શું થઈ ગયું છે? સલમાન ખાન એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. 'ભાઈજાન'નો લેટેસ્ટ લૂક જોઈને યૂઝર્સે પણ એની તબિયત પૂછી રહ્યા છે. સલમાન ખાન તાજેતરમાં સ્લમ રીહેબિલિટેશન સેન્ટરની ઓફિસમાં પહોંચ્યો હતો. 

આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા ભાઈજાન

જ્યાં સલમાન ખાને એક સર્વર રૂમનું ઉદ્ધાઘાટન કર્યું હતું. ડેટા ક્લેક્શન અને વેરિફિકેશન સપોર્ટ સેન્ટરનું લોકાર્પણ કરીને ત્યાંની ઓથોરિટી સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ડેનિમના શર્ટ અને જીન્સના આઉટફિટમાં તે જોવા મળ્યો હતો. આ લૂકો પૂરો કરવા માટે તેણે ગ્રીન કલરની કેપ પહેરી હતી. 
આ વીડિયોમાં તે પહેલા કરતા ઘણો પાતળો જોવા મળ્યો હતો. આવો લૂક્સ જોઈને ફેન્સ સલમાનને સવાલ કરી રહ્યા છે કે આખરે તમારી તબિયત તો સારી છે ને? ફેન્સ સલમાનની તબિયત અંગે પ્રાર્થના કરી રહ્યા છે. 

શેરા 57 વર્ષે ફીટ છે પણ સલમાન કેમ નહીં?

કેટલાક યુઝર્સ માનવા તૈયાર નથી કે આ સલમાન ખાન છે. કેટલાક ફેન્સ એવું કહે છે કે, આ ભાઈજાનનો નવો લૂક હોઈ શકે છે. ફિલ્મ માટે તેણે આવું કર્યું હોઈ શકે છે. એક યુઝરે તો કમેન્ટમાં સવાલ કરી નાંખ્યો કે, આ ખરેખર ઓરિજિનલ સલમાન જ છે ને?  એક યુઝરે લખ્યું કે, શૅરા 57 વર્ષની વયે ફીટ છે તો પછી સલમાન 60 વર્ષની વયે પણ કેમ આવા?

વીડિયો અંગે શું છે વિગત?

અન્ય એક યુઝરે કહ્યું કે, સલમાનની તબિયત ખરાબ લાગી રહી છે, ભગવાન એમની તબિયત ઝડપથી સારી કરી દે. એકવારમાં એવું માની લેવામાં આવે કે, સલમાન નકલી છે પણ પાછળ શૅરા તો અસલી છે. આ વીડિયોને લઈને સલમાન ખાને હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આ વીડિયો અંગે કોઈ આપી નથી. હવે તેની ફિલ્મ માતૃભૂમિ આવી રહી છે. આ ફિલ્મ ડીલે થઈ હોવાના રિપોર્ટ મળ્યા છે. 

આ ફિલ્મનું હાલમાં માત્ર ટીઝર આવ્યું છે. તારીખ અંગે હજુ સુધી મેકર્સની ટીમમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી. આ સિવાય સલમાન ખાન વધુ એક ફિલ્મી પ્રોજેક્ટમાં જોડાયેલા હોવાની વિગત છે. આ વીડિયોને લઈને ખાસ કોઈ વિગત સામે આવી નથી