Tue Aug 25 2026

Logo

માર્શલ આર્ટમાં ભારતના સંગ્રામે પાકિસ્તાની હરીફને 80 સેકન્ડમાં હરાવી દીધો

Kuala Lumpur   2026-07-19 22:23:00
Author: Ajay Motiwala
માર્શલ આર્ટમાં ભારતના સંગ્રામે પાકિસ્તાની હરીફને 80 સેકન્ડમાં હરાવી દીધો

ક્વાલા લમ્પુરઃ ભારતના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ)ના ફાઇટર સંગ્રામ સિંહે અહીં રવિવારે પ્રતિષ્ઠિત સ્ટ્રાઇક એશિયા ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાનના કટ્ટર હરીફ મોહમ્મદ આબિદ અલીને માત્ર 80 સેક્નડમાં હરાવીને નવો ઇતિહાસ સરજ્યો હતો. સંગ્રામ-અલી વચ્ચેની ફાઇટ માત્ર એક મિનિટ અને 20 સેક્નડ સુધી ચાલી હતી.

સંગ્રામ સિંહે અલી પર શરૂઆતથી જ (ઓપનિંગ બેલથી) પ્રભુત્વ જમાવ્યું હતું. સંગ્રામે તેને પૂરી તાકાત અને સચોટ મૂવથી નમાવ્યો હતો અને આગવી સ્ટાઇલમાં આ ફાઇટનો અંત લાવી દીધો હતો.

આ સાથે સંગ્રામ સિંહ એમએમએમાં હજી પણ અપરાજિત રહ્યો છે. તેણે પાકિસ્તાની હરીફ સામે મેળવેલું આ ટાઇટલ ભારતની જનતાને અર્પણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે `હું હંમેશાં મારા દેશના સપનાં અને ગૌરવને ધ્યાનમાં રાખીને મુકાબલામાં ઊતરું છું.'

સંગ્રામે આ અગાઉની એક એમએમએ સ્પર્ધામાં પાકિસ્તાનના જ અલી રઝા નાસિરને અને ટ્યૂનિશ્યાના હકીમ ટ્રાબેલ્સીને અને ફ્રાન્સના ફ્લોરિયન કૉડિયરને હરાવ્યો હતો.