મુંબઈઃ રણબીર કપૂરની ફિલ્મ રામાણયમાં શુર્પણખાનો રોલ પ્લે કરનાર રકુલપ્રિત સિંહનો સાડીમાં એક મસ્ત અંદાજ સામે આવ્યો છે. પીળા કલરની સાડીમાં એનો બોલ્ડ લૂક જોવા મળ્યો છે. ગ્લેમરસ એક્ટ્રેસે સાડીમાં પણ એકથી એક બેસ્ટ પોઝ આપ્યા હતા. આ રોયલ લૂકસથી ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. સિલ્કની સાડીમાં તેણે હેવી જ્વેલરીથી પોતાનો લૂક પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ લૂકના ફોટો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. તા.18 જુલાઈના રોજ યોજાયેલી એક દિલ્હીની ઈવેન્ટમાં રકુલ અનોખા અંદાજમાં જોવા મળી હતી.
ખૂબ સારી વાત કરી
'રામાણય'માં રકુલ રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ અને રવિ દુબે સાથે સ્ક્રિન શૅર કરી રહી છે. દિલ્હીમાં યોજાયેલી એક ઈવેન્ટમાં રકુલે પહેરેલી પીળા રંગની સાડી પર ફેન્સની નજર ચોંટી ગઈ હતી. 'રામાયણ' ફિલ્મમાં તે રાવણની બહેનનો રોલ પ્લે કરી રહી છે. પોતાનો આ લૂક રકુલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શૅર કર્યો છે.
સોશિયલ મીડિયા પર આ ફોટો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો પોસ્ટ કરતા જ એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું કે, એક એવી વસ્તુનો ભાગ બનવાનું સન્માન મળ્યું છે જે વસ્તુ જીવન અને સિનેમા કરતા પણ મોટી છે. આપણો ઈતિહાસ, આપણી વિરાસત, આપણી રામાયણ. આપણે દુનિયાની સામે ભારતને રીપ્રેઝન્ટ કરીએ છીએ. આ અહેસાસ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.આ એક મસ્ટર્ડ યલો સિલ્ક સાડી છે. જેને ટ્રેડિશનલ ચેક્સ પેટર્ન સાથે પૂર્ણ કરવામાં આવી છે.
બે ભાગમાં આવશે ફિલ્મ
ગોલ્ડન ઝરી અને બોર્ડર સાથે સાડીમાં એનો અલગ અંદાજ દેખાઈ રહ્યો છે. આ સાડી સાથે તેણે એક હેવી જ્વેલરી પહેરી છે. સ્ટ્રેપલેસ બ્લાઉઝ, પરંપરાગત કુંદન ચોકર નેકલેસ, કમર પર પટ્ટો અને કાનની બુટ્ટીઓ પહેરેલી આ અભિનેત્રીએ આ એથનિક લુકને ન્યૂનતમ મેકઅપ, અડધી ખુલ્લી હેરસ્ટાઇલ અને વીંટી સાથે સોનેરી બંગડીઓ સાથે પૂરક બનાવ્યો છે.
'રામાયણ' ની વાત કરીએ તો, રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે સાઈ પલ્લવી દેવી સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે, યશ રાવણની ભૂમિકા ભજવી રહ્યા છે અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના ઉપરાંત, આ ફિલ્મમાં લારા દત્તા, કાજલ અગ્રવાલ અને વિવેક ઓબેરોય જેવા કલાકારો છે. આ ફિલ્મનું બજેટ ₹4,000 કરોડ છે. ભાગ 1 દિવાળી 2026 પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થવાની તૈયારીમાં છે.