કરાંચીઃ પાકિસ્તાનની રાજનીતિમાં ક્યારે શું થઈ જાય એ નક્કી હોતું નથી. હવે પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન ચર્ચામાં છે. એમના એક નિવેદનથી બબાલ મચી ગઈ છે. ગત વર્ષે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાનના સંઘર્ષ પર ઈમરાન ખાનની બહેનના નિવેદનથી બબાલ થઈ ગઈ હતી. પાકિસ્તાનની એન્ટી સાયબર ક્રાઈમ બ્રાંચે ઈમરાન ખાનની બહેન નોરીન નિયાજી સામે સમન્સ જાહેર કર્યું હતું. આના કારણે રાજકીય મુશ્કેલી વધારે વધી ગઈ હતી. નિયાજીએ એક ખાસ મુલાકાતમાં દાવો કર્યો હતો કે, મે 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી એક મિલિટરી લડાઈમાં પાકિસ્તાન સૈન્યની લીડરશીપ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મિલીભગત હતી.
નોટિસમાં શું સ્પષ્ટતા?
આના પરિણામ પાકિસ્તાને ભોગવ્યા છે. પાકિસ્તાનની સૈન્ય ઈમેજમાં સુધારો કરવા માટે ડીઝાઈન કરવામાં આવ્યું હતું. એના પર સોશિયલ મીડિયા પર સરકારી સંસ્થાને બદનામ કરવાનો અને ફેક નેગેટિવ ન્યૂઝ ફ્લેવવા, વાંધાજનક અને ભડકાઉ કોન્ટેટ ફેલાવવાનો આરોપ છે. શનિવારે પાકિસ્તાનની નેશનલ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એમની સામે સમન્સ જાહેર કર્યું હતું. જેમાં નિયાજી સોમવારે ઈસ્લામાબાદમાં આવેલા ઓફિસમાં રજૂ થાય એવા આદેશ આપવામાં આવ્યા છે.
નોટિસમાં એવું પણ સ્પષ્ટ છે કે, તમે સરકારી સંસ્થાઓને બદનામ કરી રહ્યા છો, રિપોર્ટ અનુસાર ઈન્ટરવ્યૂમાં નિયાજીએ ગત વર્ષે પહલગાંવમાં થયેલા આતંકી હુમલાથી શરૂ થયેલી ચાર દિવસીય સશસ્ત્ર સંઘર્ષમાં ભારતની સામે પાકિસ્તાનના સૈન્યને ઓછું આંકી નાંખ્યું હતું. તેમણે વગર પુરાવાએ દાવો કર્યો હતો કે, ભારતે સંઘર્ષને આગળ વધારવા માટે એટલા માટે તૈયાર ન બતાવી કારણ કે, પાકિસ્તાન ઈઝારયલને માન્યતા આપવા બાજું ઢળી રહ્યો હતો.
હકીકત આવી પણ છે
આ ઘટનાનો હેતુ ઈસ્લામાબાદને અબ્રાહમ સમજુતીમાં સામેલ થવામાં મદદ કરવાનો હતો. પાકિસ્તાન એક એવો દેશ છે જે ઈઝરાયલને એક દેશ તરીકે પણ ગણતો નથી. પાકિસ્તાન અને ઈઝરાયલ વચ્ચે કોઈ પ્રકારના ડિપ્લોમેટિક સંબંધો નથી. અબ્રાહમ અકોર્ડ અમેરિકાની મધ્યસ્થા વાળી એ સમજૂતીની સિરીઝ છે જેને ઈઝરાયલ, યુએઈ, બહરીન, સુદાન અને મોરક્કો સહિત અનેક અરબ દેશ વચ્ચે ડિપ્લોમેટિક, આર્થિક, સુરક્ષા સંબંધો બનાવીને કરાર કર્યા છે.
નિયાજીએ કહ્યું હતું કે, તમને શું લાગે છે? ભારત ખૂબ જ મોટો દેશ છે 10 મેના રોજ જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો એ સમયે તે શું જવાબ દેવાની સ્થિતિમાં હતો? એ જવાબ આપી શકે એમ હતો. પણ ભારતે ઈરાદાપૂર્વક કેટલીક સમજદારી વાપરીને જવાબ આપવાનું એ સમયે ટાળ્યું હતું.
આ કારણે વિવાદ વકર્યો
આ વિષય પર મુસ્લિમ લીગ નવાજ સાથે જોડાયેલા અને પાકિસ્તાનના મંત્રી આઝમા બોખારીએ કહ્યું કે, નોરીનનું નિવેદન એમના ભાઈ ઈમરાન ખાનની વિચારાધારાને પ્રદર્શિત કરે છે. ખાનનો પરિવાર પાકિસ્તાનની સફળતાથી અસહજ મહેસૂસ કરે છે. દેશહિતની સામે કરવામાં આવેલી વાતથી અફોસાસ થાય છે.
નોરીન વડા પ્રધાન મોદીના સમર્થનમાં છે અને તે ખરેખર નિંદાને પાત્ર છે. હકીકતમાં નોરીને ભારતના તરફેણલક્ષી વાત કરી એટલે પાકિસ્તાનના મંત્રી મંડળમાં રહેલા મંત્રીઓના પેટમાં તેલ રેડાયું હતું. આ કારણે વિવાદ વધારે વકર્યો હતો.