Sun Jul 19 2026

Logo

બિકિની લૂકમાં આકાંક્ષાએ ફેન્સને દિવાના કર્યા, બોલ્ડ અને બ્યૂટીનું બેસ્ટ કોમ્બિનેશન એવી કોમેન્ટ કરી

2026-07-18 22:03:51
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ અકાંક્ષા પુરી ઓનસ્ક્રિન જ નહીં ઓફ સ્ક્રિન પણ એટલી જ બોલ્ડ અને બ્યૂટીફુલ છે. તાજેતરમાં તેના લેવેન્ડર કલરની બિકિનીમાં ફોટોએ ફેન્સને દિવાના બનાવી દીધા હતા. આ બિકિની અંદાજમાં તેનું ટોન્ડ, શેઈપ્ડ અને કટવાળું બોડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ફેન્સ તો આવા બોડી પર ટોપ બિકિની બોડીનું ટેગ આપી રહ્યા છે. બોલ્ડ અને ગ્લેમરસ લૂકને પૂરો કરવા માટે એક્ટ્રેસે ફેન્સી ચશ્મા પહેર્યા હતા. 

પૂલ પાસે રીલેક્સ મોડમાં 
અકાંક્ષાની બીજી એક તસવીરમાં એના સિક્સપેક્સના કટ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેણે આવા તમામ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા, એકથી એક ચડિયાતા પોઝ આપીને એક્ટ્રેસે મસ્ત તસવીર શૅર કરી છે. પૂલમાં સ્વિમિંગ મૂડમાં પણ તેનો અંદાજ અલગ પડી રહ્યો છે. બાલી-ઈન્ડોનેશિયામાં પોતાનું વેકેશન એન્જોય કરતી તસવીર તેણે ફેન્સ સાથે શૅર કરી છે. બિકિની લૂકમાં તે પૂલમાં એન્જોય કરતી જોવા મળી હતી.


બિકિની લૂકમાં ખૂબ જ લાઈટમેકઅપ પણ કર્યો છે. ફેન્સી ચશ્મામાં તેણે કિલર લૂક આપ્યો છે. પૂલ પાસે ચિલ કરતી જોવા મળી હતી.પૂલ સાઈડમાં તે રીલેક્સ મોડમાં જોવા મળી હતી. ફેન્સ આ દરેક પોસ્ટ પર દિલવાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. અન્ય યુઝર ફાયરવાળુ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. 

નવા ગીતને લઈને ચર્ચા
અકાંક્ષા બિગબોસ જેવા રીયાલિટી શૉમાં આવી ચૂકી છે. શરૂઆતમાં તેનું નામ મિકા સિંહ સાથે લેવામાં આવી રહ્યું હતું. પણ પછી બન્ને એકબીજાથી ખૂબ દૂર થઈ જતા આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. અભિનેત્રી આકાંક્ષા પુરી અને અભિનેતા અશ્મિત પટેલ હાલમાં 'સાડી ફરમેશ' ગીત માટે હેડલાઇન્સમાં હતી. દર્શકો આ ગીતમાં બંને વચ્ચેની તાજી અને આકર્ષક કેમેસ્ટ્રીની ખરેખર પ્રશંસા કરી રહ્યા છે; દ્રશ્યો અને સંગીતના સંયોજને એક અનોખો માહોલ બનાવ્યો છે. આકાંક્ષા પુરીએ ગીતનો પોતાનો અનુભવ, અશ્મિત સાથેનો તેનો સંબંધ અને શૂટિંગના કિસ્સાઓ શેર કર્યા. તેણીએ ખેસારી લાલ યાદવ સાથેની તેની હિટ જોડી અને કેમેસ્ટ્રી વિશે પણ સ્પષ્ટપણે વાત કરી હતી.