Wed Sep 09 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસનો સ્ટેટ્સ રિપોર્ટ  SIT એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો

2026-07-19 22:15:45
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરી કેસનો સ્ટેટ્સ રિપોર્ટ  SIT એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો

નવી દિલ્હી: રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઈટીએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. જેની ન્યાયાધીશ આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સોમવારે આ મામલાની સુનાવણી કરશે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિર દાન ચોરીની ફરિયાદ બાદ યુપી સરકારે એસઆઈટીની રચના કરી હતી. 

ટીનુ યાદવ  અને મનીષ યાદવની પૂછતાછ 

આ પૂર્વે રામ મંદિર  દાન ચોરી કેસની  તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી હતી. જેમાં બે  આરોપીઓના કસ્ટડી રિમાન્ડ પૂર્ણ થયા બાદ  પોલીસે મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ અને તેના ભત્રીજા મનીષ યાદવ પાસેથી સમગ્ર નેટવર્ક અને ચોરાયેલા ભંડોળના રોકાણ અંગેની વિગતો મેળવી હતી. 

તપાસ ટીમે  ટીનુ યાદવ  અને મનીષ યાદવની લગભગ દોઢ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ મંદિરના દાનમાંથી  ચોરાયેલા નાણાં, તેના રોકાણ અને તે ભંડોળનો ઉપયોગ કરીને મેળવેલી સંપત્તિ પર કેન્દ્રિત હતી.

સંડોવણી અંગે નવી કડીઓ મળી 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે બંને આરોપીઓની વિવિધ પાસાઓ અને મહેસૂલ વિભાગ પાસેથી મેળવેલા જમીન સંબંધિત રેકોર્ડ પર પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન ટીનુ સાથે જોડાયેલી કેટલીક જમીન માલિકીની માહિતી પ્રકાશમાં આવી હતી અને હાલમાં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસને ચોરાયેલા નાણાંના રોકાણ અને અન્ય વ્યક્તિઓની સંભવિત સંડોવણી અંગે નવી કડીઓ મળી હતી.