મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે પોતાના 43મા જન્મદિવસની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તે પતિ વિક્કી કૌશલ અને પુત્ર વિહાન સાથે વિતાવેલી ઈમોશનલ મોમેન્ટ અને આનંદભરી ક્ષણોમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં કેટરિના પોતાના પુત્ર વિહાનને પ્રેમ કરતી દેખાઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી બેસ્ટ રિસ્પોન્સ મળી રહ્યો છે. ઘણા ચાહકોએ આ તસવીરને "બેસ્ટ એન્ડ બ્યુટીફુલ ફેમિલી મોમેન્ટ " ગણાવી છે.
સૌથી ખાસ દિવસ
એક્ટ્રેસે પરિવાર, મિત્રો અને ચાહકોના પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જન્મદિવસને પોતાના જીવનનો સૌથી ખાસ દિવસ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો પર કલાકોમાં લાખો લાઇક્સ અને હજારો કોમેન્ટ્સ આવી ગઈ હતી.
વિક્કી કૌશલે પણ થોડા દિવસો પહેલાં કેટરિનાના જન્મદિવસના દિવસે એક ખાસ તસવીર પોસ્ટ કરીને તેમને "જાન" કહી બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. વર્ષ 2021માં મેરેજ કરીને આ દંપતીએ વર્ષ 2025માં પુત્ર વિહાનનું સ્વાગત કર્યું હતું. વિક્કી કૌશલની છેલ્લી સફળ ફિલ્મ 'છાવા' રહી હતી, હવે ફેન્સ નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
બેસ્ટ કપલનું ટેગ
ફેન્સ આ બંનેને બોલિવૂડના સૌથી લોકપ્રિય અને પ્રિય કપલ તરીકે ગણાવી રહ્યા છે, જ્યારે નાનકડા વિહાનની ક્યૂટ તસવીરોએ દરેકનું ધ્યાન ખેંચી લીધું છે. હકીકત એ છે કે એક પણ તસવીરમાં વિહાનનો ફેસ દેખાતો નથી. કેટરિના એ વર્ષ 2003માં ફિલ્મ 'બૂમ' થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ 'નમસ્તે લંડન', 'એક થાટાઈગર', 'ટાઇગર ઝિંદા હૈ', 'ભારત', 'સૂર્યવંશી' અને 'ટાઇગર 3' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને અભિનયની દિશામાં માઇલસ્ટોન ઊભો કર્યો છે એક અલગ પ્રતિભા સાબિત કરી છે. તેમની છેલ્લી રિલીઝ ફિલ્મ મેરી ક્રિસમસ' હતી, જેમાં તેઓ અભિનેતા વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી