મુંબઈઃ ક્યૂટ, ગ્લેમરસ અને જેના અવાજમાં એક અલગ મીઠાશ છે એવી એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ પોતાના અંગત જીવનની એક સરસ વાત શૅર કરી છે. સમીરા રેડ્ડીએ ખુલાસો કર્યો હતો કે, દીકરાના જન્મ બાદ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, હાર્મોનલ ઈસ્યૂ અને 100 કિલો જેટલું વજન વધી જવાને કારણે ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા. દીકરા હંસના જન્મ બાદ વજન વધી જવાના કારણે શરીરમાં ઘણા પ્રોબ્લેમ્સ થયા હતા. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે, એક જ વર્ષમાં વજન 100 કિલો સુધી પહોંચી ગયું હતું.

સૌથી મોટી ચેલેન્જ હતી
તાજેતરમાં આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે,મને એ સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે, કેરિયર અને જીવન બન્ને ખતમ થઈ રહ્યા છે, પણ પતિ અક્ષય વર્દેની એક સલાહે મારી આખી લાઈફ બદલી નાંખી. હંસના જન્મ બાદ નર્વસ બ્રેકડાઉન થયું, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ભોગવ્યું. ખૂબ જ ઝડપથી વજન વધતું જતું હતું.
વજન વધતું મને શરમ નહોતી
શાકવાળો પણ પૂછતો હતો કે, દીદી-આપ ક્યા સે ક્યા હો ગયે? આપકો ક્યા હો ગયા હૈ? લોકો એવું બોલતા કે, અરે યે વહી સમીરા હૈ ના, જો કભી એક્ટ્રેસ થી? અચાનક ઈસે ક્યા હો ગયા.એ સમયે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે, વજન વધતુ જતુ હતું પણ મને એ સમયે કોઈ શરમ આવતી ન હતી. એ સમયે અક્ષયે મને એક સરસ વાત કહી હતી કે તમે બીજાની કોઈની વાત સાંભળીને કે કહી જાય એને જજ કરવા પર દોષી નથી કહી શકતા, કારણ કે તમે એક સમયે સેક્સી સમીરાની ઈમેજ ઊભી કરી હતી. એ લોકોએ તને હંમેશાં એક ગ્લેમર અંદાજમાં જ જોઈ છે. હવે અચાનક બદલાવ આવતા લોકો નોટ કરવાના જ છે.

હાલમાં શું કરે છે એક્ટ્રેસ?
તમે લોકોના વિચાર બદલી નથી શકતા. ન એમના વિચાર પર બ્રેક મારી શકો છો.બીજાને બદલવાના પ્રયાસ કરવા કરતા ખુદને બદલવાનો પ્રયાસ કરો.એવા લોકોનું એક ગ્રૂપ બનાવ જે તને જેવી છો એવી સ્વીકારે.
સ્થિતિમાંથી બાહર નીકળવાનો આ જ એક રસ્તો છે. પતિની આ વાત જ્યારે મારા કાને આવી ત્યારે મને મોટો ફટકો લાગ્યો. પણ પછી અહેસાસ થયો કે, ખરેખર એ કહેવા શું માગતો હતો? એની સલાહ ખરા અર્થમાં મારા માટે મદદગાર હતી. વર્ષ 2014માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે સમીરાએ લગ્ન કર્યા હતા.
વર્ષ 2015માં દીકરા હંસનો જન્મ થયો અને વર્ષ 2019માં દીકરી નાયરાનો જન્મ થયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી સમીરા સોશિયલ મીડિયા પર બોડી પોઝિટિવ, મેન્ટર હેલ્થ અને મધરહૂડ સાથે જોડાયેલા વિષય પર દિલ ખોલીને લોકોને ખરી જાણકારી આપી રહી છે.