Tue Aug 25 2026

Logo

જાપાન ઓપનમાં પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, પહેલી વખત ભારતીય મહિલા ખેલાડીએ જીત્યો ખિતાબ

Tokyo   2026-07-19 14:48:00
Author: Mumbai Samachar Team
જાપાન ઓપનમાં પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, પહેલી વખત ભારતીય મહિલા ખેલાડીએ જીત્યો ખિતાબ

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 ટૂર્નામેન્ટ જીતીને દોઢ વર્ષના ટાઈટલ દુકાળનો અંત આણ્યો

ટોકિયોઃ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન 2026 જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. આજની ફાઈનલ મેચમાં ભારતીય શટલર પીવી સિંધુએ યજમાન રાષ્ટ્રની અકાને યામાગુચી સાથે થયો હતો, જેમાં સિંધુએ મેચ જીતીને પોતાને નામે નવો વિક્રમ નોંધાવ્યો છે. યામાગુચી સામેની સીધી ગેમમાં 21-17, 21-17 સેટથી સિંધુએ ટ્રોફી જીતી હતી. સિંધુ જાપાન ઓપન જીતનારી સૌથી પહેલી ભારતીય શટલર બની છે, જે જીતવાને કારણે લગભગ દોઢેક વર્ષના ટાઈટલ દુકાળનો અંત લાવી છે.
 

2019 પછી સૌથી મોટો ખિતાબ જીતવાનો વિક્રમ
જાપાન ઓપન પૂર્વે સિંધુએ 2004 ડિસેમ્બરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટ્રોફીમાં શાનદાર વિજય મેળવ્યો હતો, ત્યાર પછી મોટા ભાગની ટૂર્નામેન્ટમાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. પીવી સિંધુ જાપાન ઓપનમાં આ જીત 2019માં વર્લ્ડ ચેપ્યિનશિપ જીત્યા પછીનો તેનો સૌથી મોટો ખિતાબ જીતી છે.

બીજા સેટમાં પણ સિંધુએ યામાગુચીને તક આપી નહીં
જાપાન ઓપનમાં પીવી સિંધુના શાનદાર ફોર્મને કારણે તેને ફાઈનલમાં પણ પોતાની શાનદાર ઈનિંગ રમીને નવવો ઈતિહાસ રચ્યો છે. સિંધુ પહેલા સેટની શરુઆતમાં 11-9થી પાછળ હતી, પરંતુ એના પછી અકાનેને 21-17થી હરાવીને વાપસી કરી હતી. બીજા સેટની શરુઆતથી સિંધુએ યામાગુચીને તક આપી નહોતી. બીજા સેટમાં યામાગુચીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ મચક આપી નહોતી. બીજા સેટમાં પણ 21-17ના અંતરથી પોતાના નામે કરવાની સાથે પચાસ મિનિટમાં આખી મેચ ખતમ કરીને ખિતાબ પોતાને નામે કર્યો હતો.

ઐતિહાસિક જીતથી વર્લ્ડ રેન્કિંગમાં થશે ફાયદો
અહીં એ જણાવવાનું કે જાપાન ઓનપ સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પીવી સિંધુએ સેમી ફાઈનલમાં ચીનની ખેલાડી અને ઓલિમ્પિક ચેમ્પિયન ચેન યુફેઈ સાથે કર્યો હતો, જેમાં મેચના પહેલો સેટ 21-19થી જીત્યો હતી, જ્યારે બીજા સેટમાં પણ એ 15-10ના અંતરથી ચેન યુફેઈ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે ક્વાર્ટર ફાઈનલ મેચમાં સિંધુને વોકઓવર મળ્યું હતું. સિંધુની ઐતિહાસિક જીતને કારણે વર્લ્ડ રેન્કિંગમાં પણ તેને મોટો ફાયદો થશે, જ્યારે એશિયન ગેમ્સ 2026માં પદક જીતવાની પણ સંભાવના વધી ગઈ છે.