તહેરાન: અમેરિકા અને ઇરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ઇરાને કુવૈત પર હુમલો કર્યો હતો. તેની બાદ કુવૈતે જણાવ્યું હતું કે આ હુમલા બાદ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ ઈરાનના હુમલામાં અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જેના પગલે અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપીને ફરી હુમલા શરૂ કર્યા છે.
ક્રૂડ ઓઇલ કંપનીના એક યુનિટને નુકસાન
કુવૈતના જણાવ્યા અનુસાર ઈરાની હવાઈ હુમલામાં સરકારી ક્રૂડ ઓઇલ કંપનીના એક યુનિટને નુકસાન થયું હતું. આ અગાઉ પણ પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલાનાઆરોપો લગાવવામાં આવ્યા હતા.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે સંઘર્ષ વધુ વધ્યો
ઈરાન અને અમેરિકા વચ્ચે એક અઠવાડિયાથી વધુ સમય સુધી પરસ્પર હુમલાઓ થયા હતા. યુદ્ધવિરામના ભંગ બાદ ઈરાને ખાડી રાષ્ટ્રોને નિશાન બનાવ્યા છે. જ્યારે અમેરિકાએ ઈરાન સામે પોતાના હવાઈ હુમલાઓ તીવ્ર બનાવ્યા છે.જેમાં અમેરિકાએ ઈરાનની સેનાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. તેમજ હોર્મુઝ સ્ટ્રેટ અંગે સંઘર્ષ વધુ વધ્યો છે.
અત્યાર સુધી 16 અમેરિકન સૈનિકો માર્યા ગયા
અમેરિકન સેનાએ યુદ્ધના બે દિવસ બાદ પ્રથમ બાર ઈરાની હુમલામાં તેના સૈનિકોના મોતની જાહેરાત કરી હતી. જેમાં શુક્રવારે થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલા બાદ અન્ય ચાર સૈનિકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી16 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 430 થી વધુ ઘાયલ થયા છે.