Thu Aug 27 2026

Logo

ગુરુવારથી કૉમવેલ્થ ગેમ્સઃ મીરાબાઈ અને લવલીના ભારતીય સંઘની આગેવાની સંભાળશે

2026-07-18 17:33:00
Author: Ajay Motiwala
ગુરુવારથી કૉમવેલ્થ ગેમ્સઃ મીરાબાઈ અને લવલીના ભારતીય સંઘની આગેવાની સંભાળશે

નવી દિલ્હીઃ ગુરુવાર, 23મી જુલાઈએ સ્કૉલૅન્ડના ગ્લાસગૉ શહેરમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં ભારતીય સંઘનું નેતૃત્વ બે ઑલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ (CHANU) અને લવલીના બોર્ગોહેઇન સંભાળશે.

બન્ને મહિલા ઍથ્લીટો અને ભારત માટે આ ઐતિહાસિક અવસર છે. તેઓ ભારતીય ધ્વજ અને મશાલ સાથે ભારતના સંઘની આગેવાની સંભાળશે અને આ પ્રતિષ્ઠિત રમતોત્સવમાં ભારતનું ગર્વભેર પ્રતિનિધિત્વ કરશે.

ગુરુવારે આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભિક સમારોહ યોજાવાનો છે. આઠ પ્રકારની રમતમાં ભારતના અંદાજે 126 ઍથ્લીટ અને ખેલાડી ભાગ લેશે જેમાં 78 પુરુષ અને 48 મહિલા સ્પર્ધકો સામેલ હશે.

ઉલ્લેખનીય છે કે હવે પછીની (2030ની) કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે. ભારતે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે પણ અરજી કરી છે અને એ યજમાનપદ પણ ભારતને (અમદાવાદને) મળવાની સંભાવના છે.