Sat Sep 05 2026

Logo

‘આવારાપન 2’એ પાર કર્યો ₹ 200 કરોડનો આંકડો: સક્સેસ પાર્ટીમાં દિશા પટનીનો ધમાકેદાર ડાન્સ વાયરલ

2026-08-26 19:34:00
Author: Mumbai Samachar Team
‘આવારાપન 2’એ પાર કર્યો ₹ 200 કરોડનો આંકડો: સક્સેસ પાર્ટીમાં દિશા પટનીનો ધમાકેદાર ડાન્સ વાયરલ

મુંબઈઃ એક સમયે એવું કહેવાતું હતું કે, ફિલ્મ ચાલે કે ન ચાલે ઈમરાન હાશ્મીના સોંગ તો એવરગ્રીન બની જાય છે. આ વખતે આવેલી ફિલ્મ 'આવારાપન-2'માં પાસુ પલટાઈ ગયું. ફિલ્મ પણ ચાલી અને સોંગ પણ ચાલ્યા. 'આવારાપન-2' ફિલ્મે ₹ 200 કરોડની કમાણી કરી લીધી છે. ₹ 200 કરોડનો આંકડો પાર કરી લેતા ફિલ્મની સફળતા સાબિત થઈ છે.  આ પછી લીડ એક્ટ્રેસ દિશા પટનીની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ હતી. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં લોકોએ દિશાના અવતારને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે વાયરલ વીડિયોએ લોકોએ પસંદ પણ કર્યો હતો.

મસ્ત ડાન્સ સ્ટેપ કર્યા દિશાએ

આ સક્સેસ પાર્ટીમાં દિલ ખોલીને મજા કરતી એક્ટ્રેસ દિશાના એક વીડિયોએ ફેન્સને ખુશ કરી દીધા હતા. મહેફિલની લાઈમલાઈટ અને પાર્ટીનું સેન્ટરપોઈન્ટ બનેલી દિશાએ કેટરિના કૈફના સોંગ પર મસ્ત ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. સોંગ 'શીલા કી જવાની' પર તે મન મૂકીને ડાન્સ કરી રહી છે. ખાસ વાત એ હતી કે, કેટરિનાના મૂવ્ઝ કરતા દિશાના મૂવ્ઝ ફેન્સને પસંદ આવી રહ્યા છે. ફિલ્મે ₹200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરતા પાર્ટીને ચાર-ચાંદ લાગ્યા હતા.

કેટરિના કૈફના બેસ્ટ ડાન્સની વાત કરવામાં આવે ત્યારે 'શીલા કિ જવાની'ના ગીત પહેલા ક્રમે આવે છે. બહેતરીન ડાન્સ નંબર્સમાં આ ગીત આજે પણ પ્લે થાય છે. આ પાર્ટીમાં આવેલા ફિલ્મની ટીમના મેમ્બર્સ દિશાના ડાન્સ સ્ટેપ પર દિલ ખોલીને તાળીઓ પાડી રહ્યા છે. એનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ પાર્ટીમાં દિશાએ પ્લંજિંગ નેકલાઈન તથા થાઈહાઈ સ્લિટ હોલ્ડર નેક ડ્રેસ પહેર્યો હતો. મિનિમમ મેકઅપ અને મેચિંગ ઈયરરિંગ સાથે તે મસ્ત લાગી રહી હતી. એક સિંપલ હેરબેન સાથે તેણે મસ્ત ડાન્સ મુવ્ઝ કર્યા હતા. 

ત્રીજા ભાગના સંકેત આપ્યા

આશરે ₹ 45 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ ₹ 200 કરોડ કમાણી કરી લીધી છે, ત્યારે આ ફિલ્મની આવી મસ્ત સફળતા સૌને ચોંકાવી દીધા હતા. પંદરમી ઓગસ્ટના દિવસના વીકએન્ડ પર થિયેટર્સમાં આવેલી ફિલ્મની ટક્કર 'બટવારા-1947' ફિલ્મ સાથે હતી. પણ પહેલા જ દિવસે ફિલ્મે મસ્ત ઓપનિંગ ક્લેક્શન ₹ 22 કરોડ કર્યું હતું. 

બીજા દિવસની કમાણીમાં પણ વધારો થતો જોવા મળ્યો હતો.એક જ અઠવાડિયામાં ડૉમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મે ₹ 113.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. જ્યારે ગ્લોબલ લેવલ પર ફિલ્મે ₹ 161.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

આ એક ગ્રોસ બિઝનેસનો ફિગર છે. એ પછી ગ્લોબલ લેવલ પર ટોટલ ક્લેક્શન ₹ 200 કરોડ સુધી પહોંચ્યું હતું. આ ફિલ્મને લઈને ઈમરાન હાશમીએ સંકેત આપ્યા છે કે, ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે. આ જ સ્ટોરી જે તે લાઈન પર આગળ વધશે. આવનારા દિવસોમાં આ રફતાર થોડી ધીમી પડી શકે છે કારણ કે, યશની ફિલ્મ 'ટોક્સિક' આવી છે.