Fri Sep 04 2026

Logo

અમદાવાદમાં 300ની સ્પીડે 5 કરોડની કાર ભગાવનારો તીરમીઝી ગાંધીનગર જિલ્લાના ક્યા ગામનો છે ?

2026-08-27 09:21:00
Author: Mayur Patel
અમદાવાદમાં 300ની સ્પીડે 5 કરોડની કાર ભગાવનારો તીરમીઝી ગાંધીનગર જિલ્લાના ક્યા ગામનો છે ?

અમદાવાદઃ અમદાવાદમાં લૉ ગાર્ડનના ભરચક વિસ્તારમાં 300 કિમીની સ્પીડે 5 કરોડની કાર ભગાવનારા પાયલોટની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેની સામે કેસ કરાયો હતો. પોલીસે 300 કિમીની સ્પીડે કાર ભગાવનારા પાયલોટ તીરમીઝી સામે કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  300ની સ્પીડે 5 કરોડની કાર ભગાવનારો તીરમીઝી ગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામનો રહેવાસી છે.

શું છે સમગ્ર મામલો

 અમદાવાદના નવરંગપુરા  વિસ્તારમાં 22મી તારીખે બપોરે HCG હોસ્પિટલથી લૉ ગાર્ડન તરફના રસ્તા પર એક યુવકે અત્યંત પૂરઝડપે 5 કરોડની કિંમતની પોર્શે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.  જાહેર રસ્તા પર 300 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી પોર્શે કાર જોઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ગભરાઈ ગયા હતા.

એક અન્ય કારના ડેશકેમમાં આ પૂરઝડપે જતી ગાડીનો વીડિયો કેદ થઈ ગયો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.  વીડિયો વાયરલ થતાં નવરંગપુરા પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા બદલ ગાંધીનગરના લીંબડીયા ગામના રહેવાસી મોહમ્મદ અફાન મોહમ્મદ ઈલિયાસ તીરમીજી સામે ગુનો નોંધીને કાર જપ્ત કરી લીધી હતી.

કારચાલકે પોતાની ઓળખ એક પાઇલટ તરીકે આપી હતી અને પોતે 110ની સ્પીડે ગાડી ચલાવતો હોવાનું સ્વીકાર્યું હતું.  પોલીસે કારચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછરછમાં તેણે પોતાની ઓળખ મોહમ્મદ અકાન મૉનમ્મક ઈલિયાસ તીરમીજી (રહે.લીંબડીયા, ગાંધીનગર) તરીકે આપી હતી.