વડા પ્રધાન કૉમનવેલ્થના મેડલ-વિજેતાઓને મળ્યા, અભિનંદન તથા શુભેચ્છા આપીને ઉત્સાહ વધાર્યો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પાટનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજી (આઇઆઇટી)ના વિદ્યાર્થીઓને એક સમારોહમાં `જો શીખેગા વો જીતેગા'નો બહુમૂલ્ય મંત્ર આપ્યા પછી રવિવારે કૉમનવેલ્થ ગેમ્સના ચંદ્રક વિજેતાઓને `જો ખેલેગા વો ખિલેગા'નો અમૂલ્ય મંત્ર આપ્યો હતો.
પીએમ મોદી (PM Modi) સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત 74 દેશ વચ્ચેની કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માંથી 39 મેડલ જીતીને પાછા આવેલા ઍથ્લીટો તથા ખેલાડીઓને મળ્યા હતા, તેમને ખૂબ અભિનંદન આપ્યા હતા અને તેમને ભાવિ સ્પર્ધાઓ માટે શુભેચ્છા આપવાની સાથે `જો ખેલેગા વો ખિલેગા' મંત્ર આપ્યો હતો. મોદીએ મેડલિસ્ટો સાથે લાંબી ચર્ચા કરી હતી, વ્યક્તિગત અભિનંદન આપ્યા હતા અને પછીથી ઇન્સ્ટાગ્રામ પર આ સમારોહને લગતો વીડિયો શૅર કરવાની સાથે મંત્ર પણ લખ્યો હતો અને એની સાથે અંગે્રજીમાં `ઑલ્વેઝચિયરફૉરભારત' લખ્યું હતું.
Always #Cheer4Bharat. pic.twitter.com/eSjh8o1Ris
— Narendra Modi (@narendramodi) August 9, 2026
કૉમનવેલ્થમાં ભારતીયો 13 ગોલ્ડ, 17 સિલ્વર અને નવ બ્રૉન્ઝ સહિત કુલ 39 ચંદ્રક જીતીને (2022ની કૉમનવેલ્થની જેમ) ચોથા નંબર પર રહ્યા હતા. મોદીના મેડલિસ્ટો સાથેના વીડિયોમાં ગોલ્ડ મેડલ વિજેતા સાક્ષી ચૌધરી અને બીજા બૉક્સરો તેમ જ ઍથ્લીટો જોવા મળે છે.
Delighted to host our outstanding medal winners from the Commonwealth Games 2026 at 7, Lok Kalyan Marg. Heard about their experiences from the Games.
— Narendra Modi (@narendramodi) August 9, 2026
Each one of them has made our nation proud through their exceptional performances. Their success will motivate many youngsters. pic.twitter.com/1zkYCKiV8r
વીડિયોમાં સાક્ષી ચૌધરીએ કહ્યું છે, `આજે આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉમનવેલ્થના તમામ મેડલિસ્ટો સાથે મુલાકાત કરી. તેમને મળીને અમને ખૂબ આનંદ થયો અને અમે ગર્વ અનુભવીએ છીએ. સર ખૂબ જ વિનમ્ર છે.'
ત્યાર બાદ સાક્ષીએ મોદીને બે શબ્દ કહેવાનો આગ્રહ કર્યો હતો ત્યારે મોદી `જો ખેલેગા વો ખિલેગા'નો મંત્ર આપ્યા પછી `હંમેશાં ભારતની જીત માટે પ્રોત્સાહિત કરો અને ભારતનો જયજયકાર કરો' એવું બોલ્યા બાદ `ભારત માતા કી જય'નું સૂત્ર પણ પોકાર્યું હતું.