Wed Sep 09 2026

Logo

નેપાળમાં ભયંકર પૂરના કારણે 150થી વધુના મોત, 130 ભારતીયો સહિત 750 લોકો હજી લાપતા

Kathmandu   2026-08-27 07:55:00
Author: Vimal Prajapati
નેપાળમાં ભયંકર પૂરના કારણે 150થી વધુના મોત, 130 ભારતીયો સહિત 750 લોકો હજી લાપતા

કાઠમંડુઃ નેપાળમાં અત્યારે ભયાનક પૂર આવ્યું છે, જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ ભયંકર પૂરના કારણે અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા છે અને 750 થી વધુ લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ મૃત્યુઆંક વધી રહ્યો છે. ગુમ થયેલા લોકોમાં 130 ભારતીયો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી મોટાભાગના ભારતીયો માનસરોવર યાત્રા પર ગયા હતા. અત્યારે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પૂરમાં ફસાયેલા ભારતીયોના પરિવાર જનો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે.

ભયાનક પૂરે અનેક ગામોને તબાહ કરી નાખ્યાં

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તારાજીની દ્વશ્યો જોઈ શકાય છે. પૂર આવ્યું ત્યારે લોકો ભાગવા લાગ્યાં હતાં, પરંતુ પાણી અચાનક આવ્યું હોવાના કારણે લોકોને વધારે સમય મળી શક્યો નહોતો. આ પૂર તિબેટથી આવ્યું છે. જેણે વચ્ચે આવેલા અનેક ગામોને તબાહ કરી નાખ્યાં છે. અનેક પૂલ પણ પણ તણાઈ ગયાં છે. આ પૂરના કારણે એક ડઝન હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

 

ભારતીયોના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર જાહેર 

નેપાળમાં અચાનક આવેલા પૂરના કારણ 130 થી વધારે ભારતીયો લાપતા થયાં હોવાનું જાણવા મળ્યું છે.  આ સાથે અનેક લોકો હજી પણ પૂરમાં ફસાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ભારતીય દૂતાવાસ દ્વારા તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના પ્રભાવિત અને પૂરમાં ફસાયેલા ભારતીયોના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. 

 

નેપાળ પોલીસે 162 લોકોના મોતની પુષ્ટિ કરી

નેપાળ પોલીસ દ્વારા આ પૂર અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે, અને આ પૂરના કારણે 162 લોકોના મોત થયાં હોવાનું જણાવ્યું છે. આ સાથે 81 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે નેપાળ સરકારના આંકડા પ્રમાણે પૂરના કારણે 500 લોકો લાપતા થયાં છે. મૂળ વાત એ છે કે, નેપાળ આ પૂરના કારણે ભારે પ્રભાવિત થયું છે. આ પૂરના ભારતીયો પર પણ અસર થઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં આ પૂરના અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે.