Sun Oct 04 2026

Logo

સરપ્રાઈઝ વિઝિટ: CIAના વડા મૉસ્કો પહોંચ્યા, રશિયન એજન્સીઓ સાથે થઈ ચર્ચા પણ...

New York   2026-08-26 21:22:37
Author: Mumbai Samachar Team
સરપ્રાઈઝ વિઝિટ: CIAના વડા મૉસ્કો પહોંચ્યા, રશિયન એજન્સીઓ સાથે થઈ ચર્ચા પણ...

ન્યૂયોર્ક: અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડા જોન રેટક્લિફ એક રહસ્યમય સી-17 વિમાન દ્વારા મોસ્કો પહોંચ્યા હતા, જે વિષય સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઈએના વડા જોન રેટક્લિફ મૉસ્કો પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ સીઆઈએ ચીફની રશિયાની મુલાકાત અંગેની જાણકારી હતી. 

જોકે, મૉસ્કોમાં 'રહસ્યમય વિમાન' ઉતર્યું હોવાના રિપોર્ટના એક દિવસ પછી રશિયાએ એમ પણ કહ્યું હતું કે સીઆઈએ વડા તરીકેની તેમની પહેલી મૉસ્કો યાત્રા દરમિયાન રેટક્લિફ રશિયાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં હતા પરંતુ તેમણે પુતિન સાથે વાત કરી ન હતી.

મીડિયા અહેવાલ અનુસાર રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જાસૂસી એજન્સીઓ મારફતે સંપર્ક થયો હતો પરંતુ તેમની રશિયાની રાષ્ટ્રપતિ સાથે કોઈ પણ બેઠક થઈ નથી. પેસ્કોવે રશિયન ગુપ્તચર એજન્સીઓ સાથે અમેરિકાના જાસૂસી વડાની વાતચીતને "સકારાત્મક વાતચીત" પણ ગણાવી હતી. તેમણે અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે પુતિન સાથે રેટક્લિફની બેઠકની કોઈ યોજના નથી. 

અમેરિકાના લશ્કરી સી-17 વિમાન લાતવિયા અને પછી મૉસ્કો જતું જોવા મળ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રેટક્લિફ તે વિમાનમાં સવાર હતા પરંતુ આ મુલાકાતનો હેતુ જાહેર કરવામાં આવ્યો નથી. 

સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, રેટક્લિફની અમેરિકાની મુલાકાત એવા સમયે આવી છે જ્યા અમેરિકાની જાસૂસી એજન્સીઓએ સંકેત આપ્યો હતો કે વ્લાદિમીર પુતિન યુક્રેન સહિત નાટો સાથીઓ સામે "ઉશ્કેરણીજનક કાર્યવાહી" કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે કેટલાક મીડિયા આઉટલેટ્સે કહ્યું હતું કે રેટક્લિફ અધિકારીઓ સાથે વાત કરવા માટે રશિયામાં હતા ત્યારે સીઆઈએ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકાએ યુક્રેનને ત્રણ દિવસ માટે મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને ઉત્તરી રશિયા નજીક હવાઈ હુમલા ટાળવા કહ્યું હતું કારણ કે એક વરિષ્ઠ અમેરિકન અધિકારી મોસ્કોની મુસાફરી કરી રહ્યા હતા. 

અધિકારીની મુલાકાત દરમિયાન જોખમો ઘટાડવા માટે આ વિનંતી કરવામાં આવી હતી. ઈરાને રશિયાને ડ્રોન પૂરા પાડ્યા છે, જ્યારે યુક્રેને રશિયા પર ઈરાનને લશ્કરી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે પરંતુ રશિયાએ આવી કોઈપણ મદદનો ઇનકાર કર્યો છે.