Tue Jan 27 2026

Logo

White Logo

પાકિસ્તાનના મહાન સ્પિનરના પુત્રએ બળાત્કાર કર્યો હોવાનો કામવાળીનો આક્ષેપ...

lahore   2 days ago
Author: Ajay Motiwala
Video

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર અબ્દુલ કાદિર (QADIR)ના પુત્ર સુલેમાન કાદિરે પોતાના ફાર્મહાઉસમાં ઘરકામ કરતી સ્ત્રીની જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ થયો છે અને પોલીસે સુલેમાન (Sulaman)ને અટકમાં લીધો છે.

પાકિસ્તાનના લેગબ્રેક ગૂગલી સ્પેશ્યાલિસ્ટ અબ્દુલ કાદિર 1977થી 1993 દરમ્યાન પાકિસ્તાન વતી 67 ટેસ્ટ અને 104 વન-ડે રમ્યા હતા જેમાં તેમણે અનુક્રમે 236 અને 132 વિકેટ લીધી હતી. તેઓ કરીઅરની અંતિમ ક્રિકેટ મૅચ 2007માં દિલ્હીમાં રમ્યા હતા. તેમનું 2019માં લાહોરમાં 63 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના ચારેય પુત્ર ક્રિકેટર છે અને એમાં બીજા નંબરના 41 વર્ષીય સુલેમાન વિરુદ્ધ કામવાળીએ પોલીસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધાવતાં પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે.

Sulaiman Qadir 

ઘરકામ કરતી મહિલાએ એફઆઇઆરમાં આક્ષેપ કર્યો છે કે સુલેમાન તેને બળજબરીથી તેના ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે મહિલાને તબીબી ચેક-અપ માટે હૉસ્પિટલમાં મોકલી હતી. સુલેમાનને પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

સુલેમાન 2005થી 2013 દરમ્યાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 26 મૅચ રમ્યો હતો. જોકે આ ઍવરેજ ખેલાડીને પાકિસ્તાન વતી ક્યારેય રમવા નથી મળ્યું.