(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફરજ દરમ્યાન દારૂ પીનારા સ્ટેટ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓને હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશેે. રાજ્યના પરિવહન પ્રધાને રવિવાર પરેલનો સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓના વિશ્રામગૃહની મુલાકાત બાદ આ મુજબનો નિર્દેશ આપ્યો હતો.
દારૂ પીને વાહન ચલાવવા પર કાયકીય પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો દારૂ પીને વાહન ચલાવીને પોતાની સાથે અન્યના જીવન પણ જોખમમાં મૂકતા હોય છે. ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ ગણાતા સ્ટેટ રાજ્યની પરિવહન વિભાગની રાજ્યભરમાં બસ દોડાવવામાં આવે છે, તેમાં ભૂતકાળમાં અનેક વખત એસટીના કર્મચારીઓ દ્વારા ફરજ દરમ્યાન દારૂ પીવામાં આવ્યો હોવાની ફરિયાદો આવી ચૂકી છે.
રવિવારે રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાર સરનાઈકે પરેલના એસટીના બસ ડેપો અને ત્યા રહેલા ડ્રાઈવર-ક્ધડકરના વિશ્રામગૃહની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન તેમને અનેક ઠેકાણે દારૂની ખઆલી બોટલો મળી આવી હતી. તેમ જ અમુક કર્મચારીઓ દ્વારા દારૂ પીધો હોવાથી ત્યાં તેની દુર્ગંધ પણ આવી રહી હોવાનું જણાઈ આવ્યું હતું, તેને કારણે રોષે ભરાયેલા પહિવન પ્રધાન ત્યાં હાજર રહેલા અધિકારીઓને આડે હાથ લીધા હતા.
પરિવહન પ્રધાને કહ્યું હતું કે ડ્રાઈવર-કંડકરો માટે વિશ્રાવગૃહમાં તમામ પ્રકારની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે, છતાં કામના સ્થળે દારૂ પીવું નિંદનીય છે. તે ફક્ત શિસ્તભંગ જ નહીં પણ પ્રવાસીઓને જીવ સાથે પણ રમત રમવા જેવુંં છે. દારૂ પીને ફરજ બજાવનારો ફક્ત એક્સિડન્ટને જ આમંત્રણ નથી આપતો પણ એસટીનો સુરક્ષિત અને વિશ્ર્વાસનીય પ્રવાસ સામે પણ પ્રશ્ર્નચિહ્ન નિર્માણ કરે છે. તેથી આવા બેજવાબદાર કર્મચારીઓની તપાસ બાદ તેમને તાત્કાલિક નોકરીમાંથી નિલંબિત કરી નાખવા જોઈએ.