Thu Sep 10 2026

Logo

વૈશ્વિક બજારોની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારોમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

2026-05-11 09:53:00
Author: Mumbai Samachar Team
વૈશ્વિક બજારોની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારોમાં કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉથલપાથલ અને ઇરાન અને અમેરિકાની વાટાઘાટો નિષ્ફળ રહેતા ક્રૂડના ભાવોમાં ઉછાળાને પગલે ભારતીય શેર બજારોનું ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 76,638.09ની સપાટીએ ઓપન થયો છે. શુક્રવારના સેશનમાં સેન્સેક્સ 77,328ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે એટલે કે સોમવારે 690 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. નિફ્ટી 50ની વાત કરીએ તો નિફ્ટી શુક્રવારના સેશનમાં 24,176.15ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના સેશનમાં નિફ્ટી 23,970.10ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી 206.05 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

માર્કેટના ટોપ લૂઝર્સની વાત કરીએ તો હાલ ટાઇટન, ઇન્ટરગ્લોબ, એસબીઆઇ, ઇટર્નલ, શ્રીરામ ફાઇનાન્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટ પર નજર કરીતો નિક્કેઇ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઇમ્સમ રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સેક્ટરની વાત કરીએ તો બીએસઇ મિડકેપ, સ્મોલકેપ, લાર્જમિડકેપ, મિડસ્મોલ કેપ, બીએસઇ ઇન્ડિયા 150 ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો હાવી થઇ ગયો છે.