Tue Sep 01 2026

Logo

સપ્તાહના પ્રથમ સેશનમાં બજારમાં નિરાશાનો માહોલ, નિફ્ટી 24,300ની નીચે, સેન્સેક્સમાં 300થી વધુ અંકનો ઘટાડો

2026-08-17 10:22:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના પ્રથમ સેશનમાં બજારમાં નિરાશાનો માહોલ, નિફ્ટી 24,300ની નીચે, સેન્સેક્સમાં 300થી વધુ અંકનો ઘટાડો

સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારોનું ઓપનિંગ લાલ નિશાનમાં થયું છે. વૈશ્વિક બજારોની નેગેટિવ અસર અને ક્રૂડની કિંમતો વધારાથી માર્કેટના સેન્ટિમેન્ટ ખરડાયા છે. આ લખાય છે ત્યાં સુધી મોટા ભાગના સેક્ટર્સ પર સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. નિફ્ટી પણ 24,300ની આસપાસ રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે તો સેન્સેક્સ 300થી વધુ પોઇન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે. 

ગિફ્ટ નિફ્ટી, સ્ટ્રેટ ટાઇમ્સમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, શાંઘાઇ, સેટ કોમ્પોઝિટ, જકાર્તામાં લીલા નિશાન સાથે કારોબાર જોવા મળ્યો. 

માર્કેટના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો હિન્દાલ્કો, એચડીએફસી લાઇફ, મેક્સહેલ્થકેર, એક્સિસ બેંક, ઓએનજીસીમાં લીલા નિશાન સાથે બાઇંગ મૂડ જોવા મળ્યો. બીજી તરફ ટીસીએસ, ઇન્ફોસિસ,  TMPV, HCL TECH, વિપ્રો માર્કેટના લૂઝર્સ કેટેગરીમાં જોવા મળ્યા.