મુંબઈઃ સતત અને સખત રીતે બદલતા શેર માર્કેટમાં ક્યારેક એવી સ્થિતિ આવી જાય છે કે, રોકાણકારોની અપેક્ષા બાહરની પરિણામ આવે છે. આવું જ ચિત્ર આજે પણ જોવા મળ્યું હતું. વૈશ્વિક માર્કેટમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા વચ્ચે એક અસર શેર માર્કેટમાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત, વિદેશી રોકાણ તથા કેટલાક શેરમાં વેચવાલીમાં પરિણાન નબળુ જોવા મળ્યું હતું. આ કારણે રોકાણકારોને હતાશા થઈ છે. ભારતીય શેર માર્કેટના ઈતિહાસમાં ન થયો હોય એવો કડાકો આજે પણ બોલાઈ ગયો છે જેને લઈ રોકાણકારોમાં રોકાણ કરવા અંગે અસમંજસ છે.
મંદી પણ ભાવ વધારાનું ગણિત યથાવત
પડકારજનક મંદી વચ્ચે આ તબક્કાને દરેક રોકાણકારો ગંભીરતાથી લઈ રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક નિફ્ટી 50 સતત આઠ અઠવાડિયા સુધી ગગડ્યો, જે છેલ્લા 25 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો અને વધુનો કડાકો છે. વિદેશી રોકાણકારો આ પ્રકારની સ્થિતિ પર સતત નજર રાખતા હોય છે.
ખાસ કરીને માર્કેટમાં વેચાવલી, કોર્પોરેટ ઈન્કમ, શેરની વધ-ઘટ, વૈશ્વિક માર્કેટ અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ જેવા વિષય અહીં અસર કરે છે. સતત નીચે ઊતરતો આંક ચિંતાજનક છે. માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ટ્રેડર્સ હવે એ વાત પર અટકળ લગાવી રહ્યા છે કે, મુખ્ય સપોર્ટ લેવલ્સ પર આ ઐતિહાસિક કડાકાને કેવી રીતે રોકી શકાય.
માઈલસ્ટોન સપાટી
તાજેતરના સાપ્તાહિક બંધ ભાવ સાથે, નિફ્ટી 50 એક એવા માઈલસ્ટોનની નજીક પહોંચી રહ્યો છે, જે છેલ્લે 25 વર્ષ પહેલાં વલણ જોવા મળ્યું હતું. સળંગ સાત અઠવાડિયા સુધી ઘટાડા સાથે બંધ થયા પછી, જો બજારમાં તેજી લાવનારા પરિબળો સક્રિય ન થાય, તો આ બેન્ચમાર્ક સૂચકાંક સતત આઠમા અઠવાડિયે પણ ઘટાડો નોંધાવવા તરફ આગળ વધી રહ્યો છે. આની એક અસર એ થાય છે કે, નવા રોકાણકારો માર્કેટમાં આવતા ખચકાય છે અને રોકાણ કરતા ડરે છે.
આ 2001 પછીનો સૌથી લાંબો સતત સાપ્તાહિક ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. સતત ઘટી રહેલા આંકની સામે માર્કેટમાં સતત વધી રહેલા દરેક વસ્તુઓના ભાવને કારણે રોકાણક્ષેત્રને માઠી અસર થાય છે. તે સમયે નિફ્ટીમાં સળંગ નવ અઠવાડિયા સુધી ઘટાડો થયો હતો. અગાઉના લાંબા ગાળાના ઘટાડાના સમયગાળાની સરખામણીમાં વર્તમાન ઘટાડો ઘણો ઓછો ગંભીર છે.
આ સાત અઠવાડિયાનો લાંબો ગાળો
25 સપ્ટેમ્બરના પૂરા થયેલા સપ્તાહના અંતે નિફ્ટી 50નું સ્તર 23,140.5 હતું, જેમાં સાત અઠવાડિયાના ગાળામાં કુલ 5.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આની સરખામણી 21 સપ્ટેમ્બર, 2001ના પૂરા થયેલા સાત અઠવાડિયાના ઘટાડા દરમિયાન જોવા મળેલા 20.5 ટકાના નુકસાન સાથે પરિણામ જોવા મળ્યું હતું.
4 જુલાઈ, 2008ના પૂરા થયેલા સમયગાળામાં 22.1 ટકાનો ઘટાડો નોંધાયો અને 3 એપ્રિલ, 2020ના પૂરા થયેલા સાત અઠવાડિયાના ગાળામાં 33.3 ટકાના ઘટાડા સાથે કરી શકાય છે. આ સૂચકાંક માટે સતત સાપ્તાહિક ઘટાડાનો સૌથી લાંબો દોર 10 અઠવાડિયાનો હતો, જે તા. 23 એપ્રિલ, 1993ના પૂરો થયો હતો. તે દરમિયાન તેમાં 22.9 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડાની અસર માર્કેટ પર એવી થઈ ક ચોક્કસ સમયગાળા સુધી કોઈ નવી વ્યાપારી પ્રવૃતિ જોવા મળી ન હતી.
આ પણ એક રેકોર્ડ નોંધવા જેવો
13 એપ્રિલ, 2001ના પૂરા થયેલા સમયગાળા દરમિયાન પણ નિફ્ટીમાં સળંગ નવ અઠવાડિયા સુધી ઘટાડો થયો હતો અને 27.1 ટકાનું નુકસાન નોંધાયું હતું. જોકે નિફ્ટી 50 સત્તાવાર રીતે 22 એપ્રિલ, 1996ના શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અગાઉના સમયગાળા માટેની ગણતરીઓ ભૂતકાળના ડેટાના આધારે કરવામાં આવી હતી.
આ અઠવાડિયા પહેલાં, છેલ્લા 25 વર્ષોમાં બેન્ચમાર્કે માત્ર ચાર વખત 2020માં, 2008માં અને 2001માં બે વાર સતત સાત કે તેથી વધુ અઠવાડિયા સુધી ઘટાડો નોંધાવ્યો હતો. સતત આઠમા અઠવાડિયે ઘટાડાની સંભાવનાએ હવે બજારના સામાન્ય ઘટાડાને એક વિક્રમજનક ઘટનામાં ફેરવી નાખ્યો છે.
શું કહે છે માર્કેટ નિષ્ણાંતો
રિપોર્ટમાં જણાવ્યું હતું કે, માર્કેટની મોમેન્ટમ ઈન્ડિકેટર્સ સતત નબળાઈનો સંકેત આપી રહ્યા છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી, RSI 40ની નીચે છે, જ્યારે MACD શૂન્યની નીચે સતત નીચે તરફ ઢળી રહ્યો છે, ADX સતત વધી રહ્યો છે, જે સૂચવે છે કે બેરિશ ટ્રેન્ડ (ઘટાડાનો વલણ) મજબૂત છે. નિફ્ટી તેના 20-દિવસીય અને 50-દિવસીય EMAની નીચે ટ્રેડ કરી રહ્યો છે. કોઈપણ નોંધપાત્ર ફેરફાર માટે શોર્ટ-કવરિંગની સાથે સતત ફોલો-અપ ખરીદીની જરૂર પડશે. જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી, બજારનું વ્યાપક માળખું બેરિશ જ રહેશે.