Tue Nov 10 2026

Logo

શેરબજારમાં તેજીના ધડાકા જારી; બેન્ચમાર્કમાં ૮૦૦ પોઇન્ટ સુધીનો ઉછાળો

2026-11-03 11:30:00
Author: Nilesh Waghela
શેરબજારમાં તેજીના ધડાકા જારી; બેન્ચમાર્કમાં ૮૦૦ પોઇન્ટ સુધીનો ઉછાળો

AI Image


નિલેશ વાઘેલા 
મુંબઈ: શેરબજારમાં સોમવારથી શરૂ થયેલી અણધારી તેજીના ધડાકા ભડાકા મંગળવારે પણ ચાલુ રહ્યા છે.  એફએમસીજી અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાનોએ નીકળેલી તેજી વચ્ચે સવારના સત્રમાં જ સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઉછળ્યો, જ્યારે નિફ્ટી 23,600થી ઉપર પહોંચી ગયો હતો. 

ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળાનો દોર ચાલુ રહ્યો છે, ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો, સંભવિત એલટીસીજી ટેક્સ રિજિગની આસપાસ વધતી ચર્ચા અને અન્ય પરિબળોને કારણે સેન્સેક્સ અને નિફ્ટી એક ટકા સુધી વધ્યા છે, રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ મળ્યો છે. સોમવારથી ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં દસ લાખ કરોડથી વધુનો ઉછાળો થયો છે. 

સાર્વત્રિક લાવલાવ વચ્ચે વ્યાપક બજાર સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે. ક્ષેત્રીય સૂચકાંકોમાં, સિમેન્ટ અને એફેમસીજી શેરો વૃદ્ધિમાં આગળ છે, ત્યારબાદ નાણાકીય. ફાર્મા અને આરોગ્યસંભાળ ક્ષેત્રના સૂચકાંકો એકંદર વલણથી વિરુદ્ધ ગબડતા રહીને લાલ રંગમાં ટ્રેડ અથડાઈ રહ્યા છે.

આજે બજારની તેજી પાછળ છ  મુખ્ય પરિબળો છે, જેમાં LTCG ટેક્સ રિજિગની આશા,  ક્રૂડતેલના ભાવમાં ઘટાડો, એ.આઈ. શેરોમાં કડાકા,  વિદેશી સંસ્થાકીય ફંડોની શરૂ થયેલી લેવાલી, ડોલર સામે રૂપિયામાં મજબૂતી  અને વેલ્યુ બાઈંગ નો સમાવેશ થાય છે. 

વૈશ્વિક બજારમાં જોઈએ તો, 12:25 વાગ્યા સુધી S&P 500 ફ્યુચર્સમાં  મામુલી ફેરફાર હતો. ટોક્યો સમય પ્રમાણે નિકેઈ 225 ફ્યુચર્સ (OSE) 0.6% ગબડ્યો હતો, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 રેન્જ બાઉન્ડ રહ્યો જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 0.6% વધ્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટ 0.6% ઘટ્યો હતો અને યુરો સ્ટોક્સ 50 ફ્યુચર્સ 0.7% ઘટ્યા હતા.