અમદાવાદઃ શિક્ષિત લોકો પણ સાયબર ક્રાઈમના શિકાર બને છે ત્યારે રાજકોટમાં તો શિક્ષક દંપતી જ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો, જોકે તેમની પાસેથી રૂ. 1.14 કરોડ હડપી લેનારા ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઠગ એક જાણીતી ખાનગી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
પોલીસ તપાસમાં આરોપી બેંક કર્મીએ શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડના રૂપિયા 1 કરોડ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આરોપી બેંક કર્મચારીએ શંકર રાજપૂતના નામે બેંક અકાઉન્ટ ખોલ્યું હતું અને એ નામથી રૂ. એક કરોડ લીધા હતા. સામાન્ય રીતે ડિજિટલ અરેસ્ટના કેસમાં આરોપી મળતા નથી, પરંતુ આ કેસમાં પોલીસને સફળતા મળી હતી.
રાજકોટના 76 વર્ષીય શિક્ષક દંપતીને ફોનમા પોર્નોગ્રાફી અને આંતકવાદી પ્રવૃત્તિઓના પુરવા મળ્યા હોવાનું અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોતે બોલતો હોવાનું કહી ડરાવ્યા હતા અને પૈસા પડાવ્યા હતા. પોલીસે હરિયાણાથી શંકર રાજપૂત અને શુભમ રઘુવંશીને હરિયાણાથી પકડી પાડ્યા હતા. અન્ય 14 આરોપી પણ પોલીસના સંકજામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.