Tue Jan 27 2026

Logo

White Logo

હિમવર્ષાને કારણે હિમાચલ-ઉત્તરાખંડ-કાશ્મીરમાં હજારો મુસાફરો ફસાયા લાંબા જામ અને વીજપુરવઠો ઠપ્પ

2 days ago
Author: Savan Zalariya
Video

મનાલી: ઉત્તરભારતના પર્વતીય રાજ્યોનાં હવમાનમાં પલટો આવ્યો છે, છેલ્લા ત્રણ દિવસથી સત્તત વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે, જેના કરાણે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમ વર્ષાને કારણે સંખ્યાબંધ રોડ બ્લોક થઇ ગયા છે, કેટલાક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. ફરવા ગયેલા હજારો પવાસીઓ ફસાયા છે. ત્રણેય રાજ્યોમાં અધિકારીઓ હાઇ એલર્ટ પર છે.

પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા:
હિમાચલ પ્રદેશના સૌથી વધુ લોકપ્રિય પર્યટન સ્થળ કુલ્લુ-મનાલી તરફ જવાના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, કડકડતી ઠંડી વચ્ચે પ્રવાસીઓ કલાકોથી ટ્રાફિક જામમાં ફસાયેલા છે. કોઠી અને મનાલી વચ્ચે 8 કિમી લાંબો ટ્રાફિક જામ છે. મનાલીમાં હોટેલ હોટેલ બુકિંગ સપૂર્ણ ભરાઈ ગયું છે, પ્રવાસીઓને કુલ્લુ તરફ જવાની ફરજ પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો પણ ઠપ્પ થઈ ગયો છે.

 

શનિવારે સાંજે સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (SDMA) ના જણાવ્યા મુજબ બે નેશનલ હાઈવે (NH-03 અને NH-505) સહિત રાજ્યમાં 683 રસ્તાઓ બ્લોક છે. એકલા કુલ્લુમાં, 79 રસ્તાઓ બંધ છે અને 587 ટ્રાન્સફોર્મર બંધ છે. મનાલી અને લાહૌલ સ્પિતિ વચ્ચેનો અટલ ટનલથી જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે.

શુક્રવારે સાંજે શરૂ થયેલો ટ્રાફિક જામ 24 કલાક પછી પણ ઉકેલાયો નથી, કેટલાક પ્રવાસીઓ વાહનો છોડીને પગપાળા મુસાફરી કરતા જોવા મળ્યા, સોશિયલ મીડિયા કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા છે. 

20 કિમીનું ટેક્સી ભાડું ₹15,000:
પરિસ્થિતિનો લાભ ઉઠવીને કેટલાક ટેક્સી ઓપારેટર્સ પ્રવાસીઓ પાસેથી ઊંચું ભાડું વસુલી રહ્યાના આરોપ છે. એક પ્રવાસીના જણાવ્યા મુજબ મનાલી અને પાટલીકુહાલ વચ્ચે 20 કિમીના અંતર માટે ટેક્સી ઓપારેટર્સ ₹10,000 થી ₹15,000 સુધીનો ભાડું વસુલી રહ્યા છે.

હિમાચલ પ્રદેશ સરકારે 26 થી 28 જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ભારે હિમવર્ષા અને વરસાદ થવાની આગાહી કરી છે.



ઉત્તરાખંડમાં રસ્તાઓ ઠપ્પ:
ઉત્તરાખંડમાં શુક્રવારથી મધ્યમથી ભારે હિમવર્ષા થઇ રહી છે, રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા પ્રવાસીઓ ફસાયેલા છે. ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી હાઇવે પર 50 વાહનોમાં સવાર લગભગ 200 લોકોને રેક્સ્યું કરવામાં આવ્યા હતાં.

પ્રજાસત્તાક દિવસની રજા સાથેના લોંગ વિકેન્ડને કારણે મસૂરીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હિમવર્ષાને કારણે રાજ્યભરમાં 2 નેશનલ હાઈવે, 18 સસ્ટેટ હાઈવે અને 19 સ્થાનિક રસ્તાઓ બંધ રહ્યા હતા.

 

કાશ્મીરમાં વીજપુરવઠો ઠપ્પ:
પવન અને હિમવર્ષાને કારણે કાશ્મીરમાં પણ હાલત કફોડી બની છે. ગુલમર્ગ અને તંગમર્ગ વિસ્તારોમાં ફસાયેલા 1,600 થી વધુ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવું છે. બરફના કારણે વીજળીનો પુરવઠો ખોરવાયો હતો, જે 1650 મેગાવોટથી ઘટીને માત્ર 93 મેગાવોટ સુધી પહોંચી ગયો હતો. આવતી કાલે  26મી જાન્યુઆરીના રોજ વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.