નવી દિલ્હી: ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ છેલ્લા ઘણાં સમયથી સરકાર સમક્ષ વિવિધ માંગો રજુ કરી રહ્યા છે, જે ના સંતોષાતા તેઓ હળતાળ પર ઉતરી રહ્યા છે. આજે 26 જાન્યુઆરીના રોજ ગિગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન (GIPSWU) એ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. 3 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. મહિલા ગિગ વર્કર્સ આ વિરોધ પ્રદર્શનોની આગેવાની કરશે.
GIPSWUએ મનસ્વી ID બ્લોકિંગ, અપારદર્શક રેટિંગ સિસ્ટમ્સ, આવકની અસુરક્ષા, પોલિસીમાં એકપક્ષીય ફેરફારો અને ફરિયાદ કરવા માટેની સુવિધાનો અભાવ વગેરે મુદ્દા ઉઠાવ્યા છે. યુનિયને ખાસ કરીને મહિલા કામદારો સલામતી અને સમ્માન સામે જોખમોનો મુદ્દો ગંભીરતાથી રજુ કર્યો છે. યુનિયને જણાવ્યંા કે પેમેન્ટ અથવા સર્વિસ સંબંધિત ચિંતાઓ ઉઠાવતા કેટલીક વખત ધમકીઓ આપવામાં આવે છે, સતામણી કરવામાં આવે છે અથવા શારીરિક હુમલા કરવામાં આવે છે.
યુનિયને વધુ સારા વેતન, વર્કપ્લેસ સેફટી, મેન્સ્ટ્રુઅલ લિવ, એપ્લિકેશન્સમાં મેડીકલ ઈમરજન્સી સર્વિસ અને પારદર્શક ગ્રીવન્સ રિડ્રેસલ મીકેનીઝમની માંગ કરી છે.
યુનિયને તમામ ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સને હડતાળ અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા અપીલ કરી છે. યુનિયનોએ સાંસદો, ટ્રેડ યુનિયનો, મહિલા સંગઠનો અને અન્ય નાગરિક અધિકાર સંગઠનોને ટેકો આપવા વિનંતી કરી.
સરકાર સામે નારજગી:
યુનિયને જણાવ્યું કે શ્રમ અને રોજગાર મંત્રાલયને આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં, કોઈ ઉકેલ લાવવામાં આવ્યો. નોંધનીય છે કે સરકારે કંપનીઓને 10-મિનિટમાં ડિલિવરી આપવાની જાહેરાતો કરવા જણાવ્યું છે. GIPSWUએ સરકારની નિષ્ક્રિયતા અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈ સત્તાવાર દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા નથી.