Sat Jul 11 2026

Logo

મરાઠી સાઈનબોર્ડ: ૧૦ લાખથી વધુ એસ્ટાબ્લિશમેન્ટની તપાસ

2026-07-11 22:46:36
Author: Sapna Desai
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામ મરાઠીમાં લખવા ફરજિયાત છે. નિયમનું ઉલ્લંઘન કરનારાને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવે છે.  પાલિકાએ અત્યાર સુધી ૧૦ લાખ એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરી છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩ થી ચાર જૂન, ૨૦૨૬ સુધીમાં મુંબઈ મહાનગરપાલિકાએ ૧૦ લાખથી વધુ દુકાનો અને એસ્ટાબ્લિસમેન્ટનું ઈન્સ્પેકશન કર્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ ફટકાર્યો હતો.

મુંબઈમાં મરાઠી ભાષાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. પાલિકાએ મુંબઈમાં મરાઠી ભાષાના સાઇનબોર્ડ ન દર્શાવવા બદલ દુકાનો અને એસ્ટાબ્લિમશેન્ટ સામે કાર્યવાહી કરી છે. સરકારે વિધાનસભામાં એક ધારાસભ્યના પ્રશ્ર્નના જવાબમાં આ માહિતી આપી હતી.વાસ્તવમાં વિધાનસભ્ય સંતોષ દાનવેએ મુંબઈમાં દુકાનો અને એસ્ટાબ્લિશેન્ટ પર મરાઠી ભાષાના સાઇનબોર્ડ પ્રદર્શિત કરવાના નિયમોના પાલન અંગે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો. ધારાસભ્યના પ્રશ્ર્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મરાઠી (દેવનાગરી) માં સાઇનબોર્ડ દર્શાવવા કાયદેસર રીતે ફરજિયાત છે અને સુપ્રીમ કોર્ટે પણ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ તેનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારના જણાવ્યા અનુસાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નવેમ્બર ૨૦૨૩ થી ચાર જૂન, ૨૦૨૬ દરમિયાન ૧૦ લાખથી વધુ દુકાનો અને એસ્બાલ્શિમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું. સરકારે અહેવાલ આપ્યો હતો કે મુખ્ય રસ્તાઓ પર સ્થિત ૨૦૦,૦૬૭ સ્થાપનાઓમાંથી, ૧૯૩,૭૪૭ પર મરાઠી નામ પ્લેટો હતી, જ્યારે ૬,૩૨૦ સ્થાપનાઓ સામે કાર્યવાહીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તો ૩,૮૬૧ સંસ્થાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યા હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં માહિતી આપી હતી કે ૩,૮૬૧ સંસ્થાઓ પાસેથી કુલ ૧.૯૫ કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે ૧,૦૦૩ સંસ્થાઓએ૧.૦૨ કરોડ રૂપિયાનું ચક્રવૃદ્ધિ ફી ચૂકવીને તેમના કેસોનો નિકાલ કર્યો છે, જ્યારે ૧,૪૫૬ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. 

સરકારે અધિકારીઓની અછતનો સ્વીકાર કર્યો છે. અધિકારીઓની અછત અંગે સરકારે સ્વીકાર્યું છે કે ૧૨૧ મંજૂર જગ્યાઓમાંથી હાલમાં ફક્ત ૫૩ અધિકારીઓ કાર્યરત છે, અને ૬૮ ખાલી છે, જે ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે ૧૪ મે થી ૪ જૂન, ૨૦૨૬ દરમિયાન એક ખાસ નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને મરાઠી નામપટ્ટીઓ અંગે જનજાગૃતિ અભિયાન ચાલુ છે. અહીં નોંધનીય છે કે  મરાઠી (દેવનાગરી) માં સાઇનબોર્ડ દર્શાવવા કાયદેસર રીતે ફરજિયાત છે અને સુપ્રીમ કોર્ટે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ તેનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. પાલિકાએ દંડ લાદીને ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ ચાલુ રાખી રહ્યું છે.