મુંબઈઃ જ્યારથી રણબીર કપૂરનો રામ તરીકેનો લૂક સામે આવ્યો છે એ સમયથી ફિલ્મ 'રામાયણ'ની ચર્ચા થઈ રહી છે. મોસ્ટ અવેઈટેડ ગણાતી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ટ્રેલર પણ આવવાનું છે. આ ફિલ્મ પણ બે ભાગમાં જોવા મળશે. મેકર્સે પહેલા ભાગનું ટ્રેલર રિલીઝ કરવા અંગે વાત જાહેર કરી છે.
ટ્રેલરમાં કેટલાક મહત્ત્વના સીન પણ જોવા મળશે પણ કોઈ લૂક કે સિન અંગે ખાસ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. 'રામાયણ' સિરિયલે એ સમયે લોકોના માનસ પર એક ધાર્મિક છાપ છોડી હતી. આ સિરિયલમાં રામાણયના અનેક એવા કિસ્સાઓનું બારિકીથી વર્ણન કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં નવું શું છે?
હવે 'રામાયણ' ફિલ્મમાં નવું શું છે એ અંગે દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે. આમ પણ રણબીરના લૂકને લઈને અનેક ટ્રોલર્સ હવે બેફામ કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા ભાગનું ટ્રેલર 24 જુલાઈના રોજ જોવા મળશે. પણ ટ્રેલરમાં ખાસ કોઈ સિનને રિવીલ કરવામાં નહીં આવે. પાત્ર પરથી કોઈ પડદો હટે એવું હાલ તો લાગતું નથી.
ફિલ્મ વિશે એક મોટી અપડેટ આપતા નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું, "હજારો વર્ષોથી, રામાયણ તેના ન્યાયીપણા, શિષ્ટાચાર, હિંમત અને કરુણાના કાયમી આદર્શોથી પેઢીઓને પ્રેરણા આપે છે. હવે, તે એક નવી સફર શરૂ કરે છે. ભારતના મહાન મહાકાવ્યોમાંનું એક જે ભારતીય સિનેમામાં પહેલાં ક્યારેય ન જોયેલા સ્કેલ પર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે."

લૂકને લઈને ચર્ચા
હવે આ નવા સ્કેલમાં અને મોટી હાઈપમાં શું છે એ વાતથી દર્શકોનું એક્ઝાઈટમેન્ટ વધી ગયું છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સંપૂર્ણ રીતે સેટ આધારિત અને વીએફએક્સ ઈફેક્ટથી સજ્જ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફિલ્મ દિવાળીના દિવસોમાં રિલીઝ થાય એવી આશા છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર, સાય પલ્લવી, સની દેઓલ અને યશ મુખ્ય ભૂમિકામાં છે. બીજી બાજું રણબીરના લૂકને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ફિલ્મ દિવાળીના દિવસોમાં રિલીઝ થશે બીજી તરફ અન્ય કઈ ફિલ્મ આવી રહી છે તેને લઈને દર્શકો રાહ જોઈને બેઠા છે. હવે આ ફિલ્મ સાથે બીજી અન્ય કોઈ ફિલ્મ આવશે તો સીધી ટક્કર રણબીરની ફિલ્મને મળી રહેશે.