Sat Jul 11 2026

Logo

મહિનાઓ સુધી પીડા ભોગવ્યા પછી સુમોના ચક્રવર્તીનો બોલ્ડ અંદાજ વાયરલ, જુઓ એડવેન્ચર

2026-07-10 22:33:00
Author: Mumbai Samachar Team
Article Image

Sumona Chakravarti


મુંબઈ: ટેલિવિઝનની જાણીતી સિરિયલ કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્ની તરીકે ઘરે ઘરે જાણીતી બનેલી સુમોના ચક્રવર્તી તાજેતરમાં નવા અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ઘૂંટણોની તકલીફ અને ઓપરેશન પછી વેકેશનની મોજ માણતી જોવા મળી હતી, જયારે એના ફોટોગ્રાફ જોઈને તેના ચાહકો પણ દંગ રહી ગયા હતા.

એક્ટ્રેસ સુમોના અગાઉ હેલ્થ સમસ્યાને લઈ પરેશાન હતી. તેને આ અગાઉ જણાવ્યું હતું કે તે એન્ડોમેટ્રિયોસિસ નામની બીમારીથી પીડાય છે અને એના પછી સર્જરી પણ કરાવી હતી. હવે પોતાને એ બીમારીની યાતનામાંથી બહાર કાઢવા માટે વેકેશન માટે નીકળી પડે છે. પણ આ વખતે એની બોલ્ડ તસવીરોએ લોકોમાં કૌતુક જગાવ્યું છે.

Sumona Chakravarti

ચારેબાજુ નેચરની વચ્ચે વ્હાઇટ મોનિકિનીમાં જોવા મળતી સુમોના પોતાની જાતને કંઈક નવું શીખવાડી રહી હોય એવું લાગે છે. સુમોના સ્ટેન્ડ અપ પેડલબોર્ડિંગ (SUP) શીખતી જોવા મળી હતી. ક્યારેક તે બેસી જાય છે તો ક્યારેક ઊભી થઈને બેલેન્સ કરતા જોબ મળી હતી. 

વાયરલ પોસ્ટમાં સુમોના લખે છે કે પહેલા તે આ પેડલ બોર્ડ કરવા માટે તૈયાર નહોતી અને ડર લાગતો હતો પણ પછી ખબર પડી કે આ તો શક્તિનું નહીં બેલેન્સનું કામ છે. 

સ્ટેન્ડ અપ પેડલબોર્ડિંગ કરતી વખતે પહેલા પડી જવાનો અને સંતુલન ગુમાવવાનો ડર લાગ્યો હતો પણ પછી સીધું જોઈને હિંમત રાખીને સંતુલન મેળવ્યા પછી શાંતિ અને સુકુનનો અહેસાસ થયો હતો. 

Sumona Chakravarti

તુર્કી પહોંચેલી સુમોના એ સ્ટેન્ડ અપ પેડલબોર્ડિંગ કરવાની સાથે સાથે પેરા gliding પણ કર્યું હતું અને આ સફરમાં તેના ઇન્સ્ટ્રકટરની વાત કરતાં લખ્યું હતું કે તેને હું સીરીયસ લાગતી હતી પણ મેં કહ્યું હતું કે તે કપિલ શર્માની પત્નીને મળ્યો નથી, એમ કટાક્ષમાં લખ્યું હતું. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સુમોના હંમેશા પોતાની પર્સનલ લાઇફ અને ફેશનેબલ સ્ટાઇલ અંગે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને ચર્ચામાં રહે છે ત્યારે આ અંદાજ પણ તેના ચાહકોને ગમ્યો હતો તો અમુકે વખોડયો પણ હતો.