Tue Jan 27 2026

Logo

White Logo

બુલેટ ટ્રેન: સુરત અને બિલીમોરા વચ્ચે ઇલેક્ટ્રીફિકેશનનું કામ શરૂ, જાણો લેટેસ્ટ અપડેટ

6 days ago
Author: Chandrakant Kanojia
Video

નવી દિલ્હી : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.જેમાં ગુજરાતમાં સુરત અને બીલીમોરા સ્ટેશન વચ્ચે ઓવર માસ્ટ હેડના પોલ લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યની પ્રગતિનો એક વિડીયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો છે. તેમજ લખ્યું છે બુલેટ ટ્રેન  મેક ઈન ઇન્ડિયા પાવર. 

બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન ગુજરાતમાં થશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન ગુજરાતમાં થશે. પહેલો બુલેટ ટ્રેન કોરિડોર પણ ગુજરાતમાં શરૂ થશે. જેમાં  જાન્યુઆરી 2026 ના  અપડેટ મુજબ આશરે 332 કિમી વાયડક્ટ (એલિવેટેડ ટ્રેક) અને 413 કિમીના થાંભલાનું કામ  પૂર્ણ થયું છે. જેમાં  ગુજરાતના તમામ આઠ સ્ટેશનો વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી  પર કામ હવે તેના અંતિમ તબક્કામાં છે.

ટ્રેકના ઈલેક્ટ્રીફીકેશનનું  કામ શરૂ કરવામાં આવ્યું

દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે બનેલા સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબથી દોડશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ સુરત અને બીલીમોરા વચ્ચેનું કામ પૂર્ણ થવા આવ્યું છે. તેમજ આ  સ્ટ્રેચ પર  બુલેટ ટ્રેનમાં સૌપ્રથમ ટ્રાયલ રન કરવામાં આવશે.જેના લીધે ટ્રેકના ઈલેક્ટ્રીફીકેશનનું  કામ શરૂ કરવામાં આવ્યું છે.