સુરતઃ શહેરમાં આવેલા સરણથાણામાં 10 વર્ષ પહેલા બનેલા દેરાણીના હક્યા કેસમાં સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ જેઠાણીને હાઈ કોર્ટે નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.
શું છે ઘટના
સરથાણા વ્રજ ચોક પાસેની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતાં દેવેન્દ્ર રમેશભાઈ ગોધાણી બિલ્ડિંગ કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ પોતાના મોટા સ્વભાઈ મહેન્દ્ર સાથે વસવાટ કરે છે. દરમિયાન 30 જાન્યુઆરી 2016ના રોજ સાંજે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના હોલ, રસોડામાં લોહીના ખરડાયેલા ડાઘા મળી આવ્યા હતા. ઘરમાં લોહીના ડાઘા જોઈને દેવેન્દ્ર ગોધાણી હતભ્રત થઈ ગયા હતા, તેઓએ બેડરૂમમાં જતાં તેમની પત્ની રેશ્મા (ઉ.વ.26) હત્યા કરાયેલી હાલતમાં એડરૂમમાંથી મળી આવી હતી.
આ બનાવમાં દેરાણી અને જેઠાણી વચ્ચે ઘરેણા બાબતે બોલાચાલી થતી હતી. એક દિવસ જ્યારે દેરાણી ઊંઘતી હતી. ત્યારે જેઠાણી પારૂલ તેની ઉપર ધોકો લઈને તૂટી પડી હતી અને તેને માથામાં ગંભીર ઈજાઓ કરી હતી. દેરાણી મૃત્યુ પામતા તેની ઉપર એસિડ છાંટીને તેનું એસિડ પીવાથી મૃત્યુ પામી હોવાનું નાટક કર્યું હતું. બાદમાં પોલીસે જેઠાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2016માં સુરતની સેશન્સ કોર્ટે 20 સાથી અને 38 પુરાવાને આધારે જેઠાણીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસમાં જેઠાણીએ ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરતા હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને જેઠાણીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે અપીલમાં નોંધ્યું કે, જે ધોકા વડે હત્યા કરવામાં આવી તેની ઉપર કોઈ ફિંગર પ્રિન્ટ નહોતા. CCTV 17 દિવસ બાદ રજૂ કરવામાં આવ્યા હતા.
હથિયાર અને જવેલરીની રિકવરીમાં પંચનામુ અને પ્રોસેસ સંતોષકારક નહોતા. જવેલરીને કારણે ઝઘડો થયો હોવાનું લાગી રહ્યું હતું. જ્યારે આરોપીનું કહેવું હતું કે, તે જેઠાણીને બચાવતી વખતે દાઝી ગઈ હતી. DNA પ્રોફાઈલ કરવામાં આવી નહોતી. ફક્ત સંભાવનાને આધારે જેઠાણીને સજા કરવી યોગ્ય નથી. આ સાથે જ હા ઈકોર્ટે જેઠાણીની અપીલ ગ્રાહ્ય રાખીને તેની સજા રદ કરી હતી.