ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે “સનાતન ધર્મ" અંગે કરેલી ટિપ્પણી મામલે તામિલનાડુન નાયબ મુખ્ય પ્રધાન અને યુવા કલ્યાણ અને રમતગમત પ્રધાન ઉદયનિધિ સ્ટાલિનને ફટકારી લગાવી છે. હાઈ કોર્ટે ભાજપના નેતા અમિત માલવિયા પર દાખલ કરવામાં આવેલી FIR રદ કરી, કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ ભાષણ આપનાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે તેના પર પ્રતિક્રિયા આપવાનારા સામે કાર્યવાહી કરવી અન્યાયી છે.
વર્ષ 2023 માં "સનાતન નાબૂદી પરિષદ" નામના એક જાહેર કાર્યક્રમમાંમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી. તેમણે સનાતન ધર્મ નાબૂદ કરવાની હાકલ કરી હતી. સ્ટાલિને વિરુદ્ધ અલગ અલગ કોર્ટમાં કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.
ભાજપ નેતા અમિત માલવિયાએ સ્ટાલિનના ભાષણની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને આ ટીપ્પણીને વખોડી કાઢી હતી. ત્યારબાદ માલવિયા વિરુદ્ધ નફરત અને ફેક ન્યુઝ ફેલાવવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ FIR રદ કરવાની માંગ સાથે અમિત માલવિયા કોર્ટમાં પહોંચ્યા હતાં.
અમિતએ માલવિયાએ કોર્ટમાં દલીલ કરી કે તેમણે સોશિયલ મડિયા પર એ જ શેર કર્યું છે જે પહેલાથી જ જાહેર હતું, ભાષણ વિશે ફક્ત પ્રશ્નો પૂછ્યા હતાં. તેમની સામેનો કેસ રાજકીય રીતે પ્રેરિત છે.
હાઈકોર્ટે સ્ટાલિનને ફટકાર લગાવી:
મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ એસ શ્રીમાથીએ જણાવ્યું હતું કે માલવિયાએ ફક્ત ઉદયનિધિ સ્ટાલિના ભાષણ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમની સામે કેસ ન કરી શકાય. ન્યાયાધીશે જણાવ્યું પ્રધાને આપેલું ભાષણ 80% હિન્દુઓ વિરુદ્ધ હતું અને તે હેટસ્પીચ હેઠળ આવે છે. માલવિયાએ આપેલી પ્રતિક્રિયા કોઈ કાયદાનો ભંગ કરતી નથી.
કોર્ટે કહ્યું કે માલવિયા એક સનાતની છે, તેમણે ફક્ત સનાતન ધર્મનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના માટે IPCની કોઈપણ જોગવાઈઓ લાગુ પડતી નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સ્ટાલિનનું ભાષણ નરસંહાર ની હાકલ સમાન હોઈ શકે છે.
કોર્ટે કહ્યું કે એ જોઈને દુઃખ થાય છે કે વાંધાજનક નિવેદનો આપતા લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી છે, જ્યારે આવા ભાષણો પર પ્રતિક્રિયા આપનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.