લાતુર: પતિ ઘરે મોડી આવવાને કારણે થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલી પત્નીએ તેની એક વર્ષની પુત્રીની હત્યા કરી હોવાની ઘટના લાતુર જિલ્લામાં બની હતી. જિલ્લાના શ્યામનગર વિસ્તારમાં સોમવારે આ ઘટના બની હતી અને પોલીસે 30 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી.
મહિલાનો 34 વર્ષનો પતિ મજૂરીકામ કરતો હોઇ તે સોમવારે વહેલી સવારના ઘરે પાછો ફર્યો હતો. આને કારણે મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. આથી ગુસ્સે ભરાયેલી મહિલાએ ઘરના રસોડામાં પડેલી છરી ઉપાડી હતી અને તેની પુત્રીના ચહેરા, પેટ, છાતી, કમર, માથા અને ગુપ્તા ભાગ પર ઘા ઝીંક્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલી પુત્રીનું ઘટનાસ્થળે મોત થયું હતું.દરમિયાન આ ઘટના બાદ પતિએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મહિલા વિરુદ્ધ સોમવારે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)