મુંબઈ: અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજારે ફ્લેટ શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 28 પોઈન્ટના વધારા સાથે 82,335 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 54 પોઈન્ટના વધારા સાથે 25,344 પર ખુલ્યો.
આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર ડૉ. રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક, જિયો ફાઇનાન્શિયલ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકમાં સૌથી વધુ વધારો નોંધાયો. ઇન્ટરગ્લોબ એવિએશન, અદાણી એન્ટરપ્રાઇઝ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એપોલો હોસ્પિટલ્સ અને એચડીએફસી લાઇફમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો.
યુએસ બજારમાં તેજી:
યુસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મામલે યુરોપના દેશો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચી લીધી હતી, જેને કારણે ગુરુવારે યુએસ શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 306.78 પોઈન્ટ (0.63%)નાં વધારા સાથે 49,384.01 પર બંધ થયો, જ્યારે S&P 500 37.73 પોઈન્ટ (0.55%)ના વધારા સાથે 6913.35 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 211.20 પોઈન્ટ(0.91%)ના વધારા સાથે 23,436.02 પર બંધ થયો.
એશિયન બજારોમાં વધારો:
જીયો પોલિટીકલ તણાવ ઓછો થવા સંકેતોને કારણે આજે શુક્રવારે એશીયન બજારો પર શરૂઆતના કારોબારમાં તેજી નોંધાઈ હતી. બેંક ઓફ જાપાને વ્યાજ દર ઘટાડ્યો છે, જેને કારણે જાપાનના નિક્કી 225માં 0.25 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.27 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.11 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.74 ટકાનો વધારો નોંધાયો..
ગઈ કાલે ગુરુવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થાયુ હતું. સેન્સેક્સ 397 પોઈન્ટ(0.49 %)ના વધારા સાથે 82,307 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 132 પોઈન્ટના વધારા સાથે 25,289 પર બંધ થયો હતો..