નવી દિલ્હીઃ રાજધાની નવી દિલ્હી, ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. બપોરના સમયે અનેક એવા મહાનગરના રસ્તાઓ પર કુદરતી કર્ફ્યૂ જોવા મળે છે. અંગ દઝાડતી ગરમીની સાથે સાંજ પડતા જ બફારાથી પ્રજા પરેશાન થઈ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ (યુપી)ના મહાનગર કાનપુર, પ્રયાગરાજ, વારાણસી તથા ગાઝિયાબાદમાં ગરમીથી લોકો રીતસરના અકળાયા છે. બીજી તરફ દિલ્હીમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જમ્મુ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં પણ આ વર્ષે ગરમીએ રીતસર લોકોના પરસેવા છોડાવી દીધા છે.
ઐતિહાસિક સંયોગ
પરિસ્થિતિની ગંભીરતા અને હવામાન વિભાગે આપેલા એલર્ટને ધ્યાને લેતા ભારત સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આવનારા ત્રણ દિવસ સુધી જમ્મુ કાશ્મીરથી લઈને કાનપુર સુધી લૂ નો મારો શરૂ થાય એવી સંભાવના છે. ગરમીથી ઉકળતા દિવસમાં એક ઐતિહાસિક સંયોગ જોવા મળ્યો છે. 19 મે 1743ના ફ્રાન્સના વૈજ્ઞાનિક જ્યાં પિયર ક્રિસ્ટીને તાપમાનને માપતા એકમ સેન્ટીગ્રેડની શોધ કરી હતી, જેનો આજ દિવસ સુધી ઉપયોગ થાય છે. દૈનિક જીવનમાં એને સ્થાન મળી ગયું છે. સ્વિડીશ ખગોળશાસ્ત્રી એંડર્સ સેલ્સિયસે વર્ષ 1743માં એક સ્કેલ રજૂ કર્યો હતો. શરૂઆતના દિવસમાં તેમણે ઉકળતા પાણીનું તાપમાન માપવા પ્રયોગ કર્યો હતો.
French scientist Pierre Curie 19 May 1743 (Linda Hall Library)
સત્તાવાર સ્વીકૃતિ મળી
100 ડિગ્રી સુધી પાણીને ઉકાળ્યા બાદ જે તારણ મળ્યું એની નોંધ લેવાઈ હતી. પછી આ માપનને ઊલટું કરી દેવામાં આવ્યું. પ્રમાણભૂત વાતાવરણીય દબાણ પર, શુદ્ધ બરફનો ગલનબિંદુ (અથવા ઠંડું બિંદુ) 0 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે છે, અને શુદ્ધ પાણીનો ઉત્કલનબિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે છે. સેન્ટિગ્રેડ શબ્દનો અર્થ 100 ભાગમાં વિભાજીત એવો થાય છે. પાણી જામવા અને ઉકળવાના તાપમાન વચ્ચે 100 ડિગ્રીનું અંતર હોવાને કારણે આ નામ નક્કી કરાયું હતું. વર્ષ 1948માં આને સત્તાવાર રીતે સેલ્સિયસ નામ આપવામાં આવ્યું. સેલ્સિયસ સ્કેલ સરળતા અને સ્પષ્ટતાના કારણે દુનિયાભરમાં સર્વસ્વીકૃત બન્યું છે. દુનિયાના ઘણા દેશના ન્યૂઝ રિપોર્ટમાં હજુ પણ સેલ્સિયલને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ ક્ષેત્રોમાં પણ સેલ્સિયની પસંદગી
હવામાન વિભાગ, આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય, બધા જ સેલ્સિયસ સ્કેલનો ઉપયોગ જનતાને ચેતવણી આપવા માટે કરે છે. આ સ્કેલનો ઉપયોગ ફક્ત હવામાન અહેવાલમાં જ નહીં પરંતુ વિજ્ઞાન, ઉદ્યોગ, દવા, ખાદ્ય સલામતી અને એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં પણ વ્યાપકપણે થાય છે. સેલ્સિયસ સ્કેલના મુખ્ય ઉપયોગોમાં હવામાન આગાહી અને ગરમીના મોજાની ચેતવણીઓ, ઔદ્યોગિક પ્રક્રિયાઓનું નિયંત્રણ, રસોઈ અને ખાદ્ય સલામતી, વૈજ્ઞાનિક પ્રયોગ અને સંશોધન તેમ જ એન્જિનિયરિંગ ડિઝાઇનનો સમાવેશ થાય છે.