વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સનો ચોંકાવનારો અહેવાલ: તેલ અને ચોખાના ભાવ આસમાને, પાકિસ્તાન પણ ટોપ-10માં સામેલ
તેહરાનઃ અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત યુદ્ધને કારણે ઈરાનની કમર ભાગી ગઈ છે. અત્યારના તબક્કે અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં હોર્મુઝ મુદ્દે સતત ખેંચાખેંચી વધી રહી છે, પરિણામે દુનિયાભરમાં ઓઈલ-ગેસને લઈ ટેન્શન ફરી ઊભું થયું છે. આ પરિસ્થિતિને કારણે ઓઈલ સમ્રાટ ઈરાનની ઈકોનોમીને સૌથી મોટો ઝટકો પડ્યો છે ત્યારે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના અહેવાલ અનુસાર દુનિયાના સૌથી મોંઘવારી દરની યાદીમાં વેનેઝુએલા પછી બીજા ક્રમે ઈરાન પહોંચી ગયું છે.
Annual inflation rate:
— World of Statistics (@stats_feed) May 17, 2026
🇻🇪 Venezuela: 612%
🇮🇷 Iran: 50%
🇦🇷 Argentina: 32.4%
🇹🇷 Türkiye: 32.37%
🇱🇧 Lebanon: 17.3%
🇳🇬 Nigeria: 15.69%
🇪🇬 Egypt: 14.9%
🇵🇰 Pakistan: 10.9%
🇰🇿 Kazakhstan: 10.6%
🇧🇩 Bangladesh: 9.04%
🇺🇦 Ukraine: 8.6%
🇷🇺 Russia: 5.6%
🇦🇺 Australia: 4.6%
🇲🇽 Mexico: 4.45%
🇧🇷…
આર્જેન્ટિનાને પાર કરી ગયું ઈરાન
મીડિયા અહેવાલ અનુસાર યુદ્ધને કારણે ઈરાનમાં ગંભીર કટોકટી ઊભી થઈ છે, પરિણામે તહેરાનમાં છપ્પરફાડ મોંઘવારી વધી ગઈ છે. ખાદ્ય સુરક્ષાને લઈ પણ ગંભીર સંકટ ઊભું થયું છે, જે આગામી દિવસોમાં વધુ સંકટ ઊભું થઈ શકે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના સોશિયલ મીડિયા પરના વાયરલ આંકડાને જોવામાં આવે તો દુનિયામાં સૌથી વધુ મોંઘવારીનો દર વેનેઝુએલામાં છે. 612 ટકાનો મોંઘવારી દર ધરાવતા વેનેઝુએલા પછી બીજા નંબરે ઈરાનનો ક્રમ છે, જ્યાંનો વાર્ષિક મોંઘવારી દર પચાસ ટકા થયો છે. આ અગાઉ આર્જેન્ટિના બીજા ક્રમે હતી, પરંતુ આર્જેન્ટિના 32.3 ટકાના દરે ત્રીજા ક્રમે રહ્યું છે. એના પછી તુર્કીયે અને લેબનોન અનુક્રમે 32.37 ટકા અને 17.3 ટકાના ક્રમે છે.
ટોપ ટેનમાં પાકિસ્તાનનો સમાવેશ
દુનિયામાં સૌથી વધુ મોંઘવારી દર ધરાવનારા ટોચના દસ દેશની યાદીમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. છઠ્ઠા ક્રમે 14.9 ટકાના દરે ઈજિપ્ત છે, ત્યાર પછી 10.9 ટકાના દર સાથે પાકિસ્તાન સાતમા ક્રમે છે. 10.6 ટકા સાથે કઝાકિસ્તાન, 9.04 ટકાના દર સાથે બાંગ્લાદેશ અને 8.6 ટકાના દર સાથે યુક્રેન દસમા ક્રમે છે. યુદ્ધમાં બાથ ભીડનારા યુક્રેનએ પણ રશિયાને હરકતમાં રાખ્યું છે. સૌથી વધુ મોંઘવારી દરના આંકડામાં રશિયા પણ અગિયારમા ક્રમે છે.
વનસ્પતિ તેલથી લઈને નોનવેજ ફૂડના ભાવ આસમાને
ગયા અઠવાડિયાએ રિલીઝ થયેલા રિપોર્ટ અનુસાર મોંઘવારીથી દુનિયાભરના દેશો પરેશાન છે, ત્યારે ઈરાનએ યુદ્ધને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. મીડિયાના અહેવાલ અનુસાર સ્થાનિક લોકો માટે પણ જીવનજરુરી ચીજવસ્તુઓ ખરીદવાનું મુશ્કેલ બની રહ્યું છે. મોટા ભાગના લોકોની કમાણીનો હિસ્સો જીવનજરુરી ચીજવસ્તુઓ ખરીદવામાં જ ખર્ચ થઈ જાય છે. એક અહેવાલ મુજબ અહીં વનસ્પતિ તેલની કિંમત સૌથી વધુ છે, જ્યાં 350 ટકાનો વધારો થયો છે. ચોખાના ભાવમાં પણ 200 ટકાનો વધારો થયો છે, જ્યારે ઈરાનના ચોખાની કિંમત પણ 175 ટકા વધી છે. નોન-વેજ ફૂડમાં પણ 190 ટકાનો વધારો થયો છે.