શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈન્યને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સૈન્યના જવાનોએ ઑપરેશન અશદર દરમિયાન થયેલા ઘર્ષણમાં પાકિસ્તાનના આંતકીને ફૂંકી માર્યો છે. ફાયરિંગમાં મોતને ભેટેલો આતંકી યાસિર હોવાનું જાણવા મળ્યું છે. યાસિર મૂળ પાકિસ્તાનનો રહેવાસી હતો. જે આતંકી સંગઠન લશ્કર એ તોએબા સાથે જોડાયેલો હતો. જમ્મુ કાશ્મીરના સૂત્રોમાંથી મળતી એક વિગત અનુસાર યાસિક અનેક એવા આતંકી કાવતરામાં સામેલ હતો. અનેક એવા હુમલામાં પણ જોડાયેલો હતો. પ્રાથમિક વિગત અનુસાર એનું નામ ઓછામાં ઓછા પાંચ આતંકી કાવતરા સાથે જોડાયેલું છે.
જે હુમલામાં સૈન્ય અને વાયુસેનાના જવાનોની સાથે નાગરિકોના પણ અકાળે મૃત્યું નીપજ્યા હતા. સુરક્ષા એજન્સીઓ માટે યાસિરનું મોત એટલા માટે મહત્ત્વનું છે કારણ કે, તે લાંબા સમયથી જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકી નેટવર્કને ઑપરેટ કરી રહ્યો હતો. આ ઉપરાંત અનેક એવા મોટા હુમલા પણ એની ભૂમિકા પદડા પાછળની રહી હતી. ઑપરેશન અશદર દરમિયાન તે ઠાર મરાતા સૈન્યના જવાનોએ જે તે વિસ્તારમાં સર્ચ ઑપરેશન વધારે ફાસ્ટ કરી દીધુ છે. ખાસ કરીને વહેલી સવારે અંધારાનો લાભ લઈને ઘા મારી જતા આતંકીઓને ટાળી દેવા માટે સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું છે. યાસિર સાથે બીજા કેટલા આતંકીઓ સક્રિય હતા એ અંગે સર્ચ ચાલુ છે. રિપોર્ટ અનુસાર એક મોટું ગ્રૂપ બડાગાંવના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્રણ દિવસ પહેલા જ ચોક્કસ ઈનપુટ અનુસાર જ્યારે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું તો આતંકીઓ અંદરની તરફ ગાઢ જંગલમાં છુપાઈ ગયા હતા.
સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેલા ઑપરેશનમાં સૈન્ય જવાનોનો ટાર્ગેટ આતંકીઓ હતા. યાસિરને ઠાર મારવામાં સૈન્યના જવાનોને સફળતા મળી છે પણ બાકીના સાથીઓ જંગલમાંથી ફરાર થવામાં સફળ થયા હતા. આ વિસ્તારમાં હજુ પણ એક્ટિવિટી થઈ શકે છે એ હિસાબથી સર્ચ કરવામાં આવી રહ્યું છે અને સતત વૉચ રાખવામાં આવી રહી છે. સૈન્ય જવાનોને એક ગુપ્ત ઈનપુટ મળ્યા હતા કે, બારાગાંવના જંગલ વિસ્તારમાં આતંકીઓનું મોટું ગ્રૂપ છૂપાયેલું છે. પાક્કી જાણકારી મળ્યા બાદ ત્રણ દિવસ પહેલા ઑપરેશન આખું ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતા જ આતંકીઓ જંગલમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન યાસિર માર્યો ગયો હતો.તા.21 ડિસેમ્બરના રોજ પૂંછ સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં તથા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયા હતા. આ કાવતરૂ પ્લાન કરવામાં યાસિરનો મોટો હાથ હતો.
આ આતંકી કાવતરામાં સામેલ હતો યાસિર
- 4 મે, 2024, ધનાશાહ સિતાર, પૂંછ. વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો. એક IAF સૈનિક શહીદ થયો.
- 11 ઓક્ટોબર 2021, ભટ્ટા દુરિયન, પૂંછ. આતંકવાદી હુમલામાં નવ સૈન્ય સૈનિકો શહીદ થયા.
- 25 ઓક્ટોબર, 2024, બુટા પાથરી, બારામુલ્લા. સૈન્ય સૈનિકો અને નાગરિક કુલીઓને નિશાન બનાવવામાં આવ્યા
હુમલામાં બે લશ્કરી કર્મચારીઓ અને બે નાગરિક કુલીઓ માર્યા ગયા.
- 20 એપ્રિલ 2023, ભટ્ટા દુરિયન, પૂંછ. બીજા એક મોટા આતંકવાદી હુમલામાં પાંચ સૈન્ય સૈનિકો શહીદ થયા.