મૉકી (ચીન): એએચએફ જુનિયર મેન્સ એશિયા કપ હૉકી (Hockey)માં ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને શનિવારે અહીં ભારતીય ટીમે પૂલ `એ'ની પ્રારંભિક મૅચમાં ઇન્ડોનેશિયા સામે 14-0થી વિજય મેળવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રભદીપ સિંહે સૌથી વધુ પાંચ ગોલનો તરખાટ મચાવ્યો હતો અને પ્લેયર ઑફ ધ મૅચને પુરસ્કાર જીતી લીધો હતો. બીજી તરફ, મહિલાઓની સ્પર્ધામાં ભારતીય ટીમે પહેલી મૅચમાં સાઉથ કોરિયાને 4-1થી હરાવી દીધી હતી.

પુરુષોની મૅચમાં ઇન્ડોનેશિયા સામે 14માંથી 12 ગોલ પ્રભદીપ (Prabhadeep) ઉપરાંત કૅપ્ટન અનમોલ એક્કા અને અજીત યાદવે કર્યા હતા. ભારત પાંચ વખત આ ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યું છે અને ઇન્ડોનેશિયા સામે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને છેક સુધી ડિફેન્સ મજબૂત રાખીને ઇન્ડોનેશિયાના ફૉર્વર્ડ ખેલાડીઓને એક પણ ગોલ નહોતો કરવા દીધો. અનમોલે ચાર ગોલ અને યાદવે ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી. એક-એક ગોલ હરપાલ અને આશુ મૌર્યએ કર્યો હતો.
𝗙𝗜𝗩𝗘-𝗦𝗧𝗔𝗥 𝗣𝗘𝗥𝗙𝗢𝗥𝗠𝗔𝗡𝗖𝗘! ⭐🇮🇳
— Hockey India (@TheHockeyIndia) September 5, 2026
Prabhdeep Singh bags the 'Player of the Match' award after a sensational five-goal outing against Indonesia! 🔥🏑
The Indian Junior Men’s Team hammered Indonesia 14-0 to begin their Junior Asia Cup title defence.#HockeyIndia… pic.twitter.com/kiwXFM9wMf
ભારતીય ફૉર્વર્ડ પ્લેયરો વારંવાર ઇન્ડોનેશિયાના સર્કલમાં દોડી આવ્યા હતા અને ગોલ કરવાની તક ઊભી કરી હતી. મોટા ભાગની તકમાં ભારતીયો સફળ થયા હતા.
મહિલાઓના વર્ગમાં પણ ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને સાઉથ કોરિયા સામે 4-1થી ભારતે જે વિજય મેળવ્યો એમાંથી એક-એક ગોલ સનિકા ચંદ્રકાન્ત માને, પૂર્ણિમા યાદવ, પૂજા સાહુ અને મધુ સિદારે કર્યો હતો.