Mon Sep 07 2026

Logo

Teachers' Day પર PM મોદીએ શિક્ષકો સાથે કર્યો સંવાદ, કહ્યું- 'બાળપણને મરવા નથી દેવાનું'

2026-09-05 14:33:00
Author: Mumbai Samachar Team
Teachers' Day પર PM મોદીએ શિક્ષકો સાથે કર્યો સંવાદ, કહ્યું- 'બાળપણને મરવા નથી દેવાનું'

નવી દિલ્હી: 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. આ પ્રસંગે પીએમ મોદીએ નેશનલ ટીચર્સ એવોર્ડ્સ વિનર્સ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ શિક્ષકો સાથે બાળકોના સારા ભવિષ્ય નિર્માણને લઇને ચર્ચા કરી. પીએમ મોદીએ શિક્ષકો સાથે સંવાદ દરમ્યાન કહ્યું, "બની શકે કે એકાદ બાળક અભ્યાસમાં નબળો હોય, પરંતુ પરમાત્માએ દરેકમાં કોઇને કોઇ તાકાત આપી જ હોય છે. શું તમે લોકો તેની ટેલેન્ટને ઓળખવા માટે કોઇ કોશિશ કરો છો?"

આના જવાબમાં શિક્ષકોએ કહ્યું કે અમે ઘણી બધી કોશિશ કરીએ છીએ. ઇનફેક્ટ તે જ અમારી કોશિશ હોય છે કારણ કે મારુ માનવું છે કે આપણી સ્કૂલોમાં કે આપણા ધોરણમાં જેટલા પણ બાળકો છે તે બધામાં અલગ-અલગ ખુબી છે, અલગ-અલગ ચેલેન્જ છે અને એક શિક્ષક તરીકે તે બધી ટેલેન્ટ્સને આઇડેન્ટિફાઇ કરવામાં આવે છે. 

"એડિક્શન બની ગયો છે સ્ક્રીન ટાઇમ"

પીએમ મોદીએ કહ્યું , "સ્ક્રીન ટાઇમ એક વિષય છે અને હવે આ એક પ્રકારનું એડિક્શન છે. મારા મનમાં એક વિચાર આવે છે કે જો બાળક રમતગમતમાં ઊંડો રસ લેવા માંડે એટલે કે એક્ચ્યુઅલી મેદાનમાં રમવાનું શરુ કરી દે તો ધીમે-ધીમે તે તેમાંથી બહાર આવી શકે છે.  
 
"બાળપણને મરવા ન દેવું જોઇએ"

અંતમાં PM મોદીએ કહ્યું, "હું વાત તો તમારી સાથે કરી રહ્યો છું પરંતુ એક પ્રકારે હું આખા શિક્ષણ જગતને કહેવા માંગું છું આપણે બહુ પહેલેથી વધુ પુસ્તકોથી બહાર નીકળીને, સિલેબસથી બહાર નીકળીને, બાળકોના જીવનમાં ઘુસવુ પડશે. બાળપણને મરવા નથી દેવાનું.