હાલમાં સોશિયલ મીડિયા અને જ્યાં જુઓ ત્યાં બસ કાન ફિલ્મ ફેસ્ટિવલની જ ચર્ચા થઈ રહી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર ફરી એકવાર ભારતીય સુંદરીઓનો દબદબો જોવા મળ્યો છે. ડિવોર્સની અફવાઓ વચ્ચે બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે રેડ કાર્પેટ પર પોતાના લૂકથી જાદુ ચલાવ્યો હતો. મૌની સાથે જેક્લિન ફર્નાન્ડિઝે પણ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ચાલો જોઈએ શું છે બંનેના લૂકમાં ખાસ...
બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય હાલમાં સૂરજ નામ્બિયાર સાથેના ડિવોર્સને કારણે ચર્ચામાં આવી રહી છે જોકે, કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે મૌની રોયની બેસ્ટ ફ્રેન્ડ અને બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણીને કારણે સૂરજ અને મૌનીના સંબંધોમાં તિરાડ પડી હતી. આ બધા વચ્ચે મૌની રોય અને જેકલીન ફર્નાન્ડીઝ કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચીને રેડ કાર્પેટ પરના હોટ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેશનલ મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
કાન્સના રેડ કાર્પેટ પર મૌની રોય એક અદભુત અને ડ્રામેટિક બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ બૉલ્ડ લુકમાં તેનો આત્મવિશ્વાસ કાબિલે તારીફ હતો. બીજી તરફ, શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડીઝે પોતાના લુકમાં ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનનું અદભુત ફ્યુઝન રજૂ કર્યું હતું. તેણે એક ક્લાસિક અને સ્ટાઇલિશ ગાઉન પસંદ કર્યું હતું જે તેની રોયલ પર્સનાલિટીને પરફેક્ટ સૂટ કરતું હતું.
સોશિયલ મીડિયા પર જેમ જ મૌની અને જેકલીનના ફોટો-વીડિયો વાઈરલ થતાં જ બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફ્રેન્ડ્સને ચીયર અપ કરવાથી રોકી શકી નહોતી. દિશાએ મૌની રોયની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરીને તેને 'ગોડ્રેસ' (દેવી) ગણાવી હતી અને જેકલીનના લુક પર પણ ફાયર અને હાર્ટ ઈમોજીસ શેર કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો હતો. ઈન્ડસ્ટ્રીની આ ગર્લ-ગેંગનું બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો...