Tue May 19 2026

Logo

ટ્વિશા શર્મા કેસમાં પતિ પર 'પસ્તાળ': પોલીસે જારી કરી લૂકઆઉટ નોટિસ-પાસપોર્ટ રદ્દ

2026-05-19 17:39:09
Author: Mumbai Samachar Team
Article Image

ભોપાલઃ અહીંની જાણીતી મોડલ ટ્વિશા શર્માની મોત મામલે તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે. પોલીસ આરોપી પતિ સમર્થસિંહનો પાસપોર્ટ રદ્દ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સમર્થની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેથી તે કોઈ કાળે વિદેશ ભાગી ન શકે. સમર્થ પર 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે જુદી-જુદી ટીમ તૈયાર કરીને એમની શોધ શરૂ કરી દીધી છે. ભોપાલમાં નોઈડા નિવાસી ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસે દરેક પાસા પર તપાસ કરવાનું શરૂ કર્યું છે. 

સાસુએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ કેસના મુખ્ય આરોપી પતિ સમર્થસિંગ સામે પોલીસે કાયદાકીય પગલાં લીધા છે. ભોપાલ પોલીસે સમર્થસિંહનો પાસપોર્ટ રદ્દ કરવા પ્રક્રિયા કરી છે. પોલીસને એવી આશંકા છે કે, સમર્થસિંહ ધરપકડથી બચવા માટે તે વિદેશ ભાગી શકે છે.આ સંભાવનાને ધ્યાને લેતા આ પગલું લેવામાં આવ્યું છે. 
ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં પોલીસે પતિ સામે લૂકઆઉટ નોટિસ પણ ફટકારી છે. સમર્થને પકડવા માટે કુલ 6 ટીમ જુદી-જુદી દિશામાં તપાસ કરી રહી છે. ટ્વિશાનું મૃત્યુ એમના સસરાના ઘરમાં શંકાસ્પદ સ્થિતિમાં થયું છે. એ પછી એમના સસુરપક્ષના પરિવારજનો તથા પતિ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આ કેસની તપાસ ચાલું છે અને પોલીસ દરેક શંકાસ્પદ મુદ્દા પર ઊંડી તપાસ કરી રહી છે. ટ્વિશાની સાસુ અને નિવૃત જજ ગીરીબાલાસિંહે કહ્યું હતું કે, એના માતા-પિતાએ નાની ઉંમરમાં દીકરીને ગ્લેમરની દુનિયામાં ધકેલી મૂકી છે. 

પતિની તપાસ પ્રાથમિકતા

એની બ્યૂટીનો લાભ લઈને કેટલાક લોકો એનો આર્થિક રીતે પણ લાભ લેતા હતા. ટ્વિશા એમના પરિવારને વારંવાર કહેતી કે, મને ગ્લેમર જગતમાં ધકેલી દેવામાં આવી છે. બન્નેના પરિવારના બેગ્રાઉન્ડમાં ઘણું મોટું અંતર છે. તેમ છતાં લગ્ન કરાવી દેવાયા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, સર્મથ પકડાય અને તેની પૂછપરછમાંથી હકીકત સામે આવે. સાસુએ એવો પણ આરોપ લગાવ્યો કે, દીકરીના મોત બાદ એમના પરિવારજનો સહાનુભૂતિ મેળવવા અને ફાયદો ઊઠાવવા પ્રયાસ કરી રહ્યા હતા. જે થયું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ટ્વિશાનો વ્યવહાર પણ અસામાન્ય હતો.છેલ્લા 20 વર્ષોથી કઝાખસ્તાન અને ઉઝ્બેકિસ્તાનમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી હતી.આની સાથે જોડાયેલા બીજા કેટલાક સ્ત્રોત પણ હોઈ શકે છે. 12મી મે ના રોજ ટ્વિશાનો મૃતદેહ સાસુના ઘરે ફાંસથી લટકાયેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. લગ્નને હજું એક જ વર્ષ થયું હતું.