Fri Aug 21 2026

Logo

કોલકાતામાં ભીષણ અગ્નિકાંડ: હોટલમાં રાતે 2 વાગ્યે આગ લાગવાથી માસૂમ બાળક સહિત 9ના મોત, 60થી વધુ લોકોનું રેસ્ક્યૂ

2026-08-19 11:05:00
Author: Mumbai Samachar Team
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના દાવાની પોલ ખોલી નાંખતી એક હ્રદયવિદારક ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાતે મધ્ય કોલકાતાની ફ્રી સ્કૂલ સ્ટ્રીટ સ્થિત એક હોટલમાં ભીષણ આગ લાગી. આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આસપાસની ઇમારતો તેની ઝપેટમાં આવી ગઇ. 

ગાઢ ઊંઘમાં સુઇ રહ્યા હતા લોકો, ઘૂમાડાથી શ્વાસ રુંધાયો

દુર્ઘટના મોડી રાતે લગભગ 2 વાગ્યે હોટલના ત્રીજા માળે બની. જે સમયે આગ લાગી ત્યારે મોટા ભાગના મહેમાન ગાઢ ઊંઘમાં હતા. લોકો સ્થિતિને સમજી શકે  અને બહાર નીકળવાની કોશિશ કરે ત્યાં સુધીમાં તો આખુ પરિસર ઝેરીલા ધૂમાડાથી ભરાઇ ચૂક્યું હતું. આ દુઃખદ ઘટનામાં એક માસૂમ બાળક અને મહિલા સહિત 9 લોકોના શ્વાસ રુંધાવાથી મોત થઇ ગયા. ઘણાં બીજા લોકો ગંભીર રીતે દાઝી ગયા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 

સાંકડી ગલીઓના કારણે બચાવ કાર્યમાં આવી મુશ્કેલી

આગની સૂચના મળતા જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ. જો કે ફ્રી સ્કૂલ સ્ટ્રીટની સાંકડી ગલીઓ અને ઘણા સાંકડા રસ્તાઓના કારણે ફાયરના વાહનોને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ભારે મુસ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતા રાહત અને બચાવા ટીમે સ્ફૂર્તિ દાખવી ઇમારતમાંથી 60થી વધુ લોકોને સકુશળ બહાર કાઢ્યા.

9 Bangladeshi nationals killed as fire tears through Kolkata hotel, several injured

પ્રાથમિક તપાસના આધારે આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ દુર્ઘટનાથી ફક્ત બે દિવસ પહેલા બીરભૂમ જિલ્લાના તારાપીઠ સ્થિત 'હોટલ વિદેશીની'માં ભીષણ આગ લાગી હતી, જેમાં 8 લોકોના મોત થયા હતા. 24 કલાકના સમયગાળામાં સતત બીજી હોટલમાં થયેલા આ અગ્નિકાંડે હોટલોમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમની લાચારીને ઉજાગર કરી દીધી છે.