બોલીવૂડ એક્શન સ્ટાર સની દેઓલ (Sunny Deol)ની મોસ્ટ અવેટેડ પીરિયડ ડ્રામા ફિલ્મ 'બંટવારા 1947' થિયેટર્સમાં જોરદાર પ્રદર્શન કરીને બોક્સઓફિસ પર એક પછી એક રેકોડ્ર બ્રેક કરી રહી છે. 14મી ઓગસ્ટના રીલિઝ થયેલી આ ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી અને કરણ દેઓલ જેવા કલાકારોએ પણ દમદાર અભિનય કર્યો છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ચાર દિવસમાં જ વર્લ્ડવાઈડ રૂપિયા 40.20 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને સોમવારના ટેસ્ટમાં સની દેઓલની ઐતિહાસિક ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' ને પણ પાછળ છોડી દીધી છે.
'બંટવારા 1947' નું ચાર દિવસનું ડે-વાઈઝ બોક્સ ઓફિસ કલેક્શન:
પ્રથમ દિવસ (ઓપનિંગ ડે): રૂપિયા 5.75 કરોડ
બીજો દિવસ (15મી ઓગસ્ટ): રૂપિયા 13.50 કરોડ
ત્રીજો દિવસ: રૂપિયા 7.25 કરોડ
ચોથો દિવસ (સોમવાર): રૂપિયા 2 કરોડ
કુલ ભારતમાં નેટ કલેક્શન (ચાર દિવસ): રૂપિયા 28.50 કરોડ
ભારતમાં ગ્રોસ કલેક્શન: રૂપિયા 33.95 કરોડ
ઓવરસીઝ (વિદેશી) કલેક્શન: રૂપિયા 6.25 કરોડ (ચોથા દિવસે રૂપિયા 75 લાખ)
વર્લ્ડવાઈડ કુલ કલેક્શન: રૂપિયા 40.20 કરોડ
સોમવારના કલેક્શનમાં 'ગદર' અને 'ધ હીરો' ને પછાડી:
સોમવારના કલેક્શનની દ્રષ્ટિએ 'બંટવારા 1947'એ સની દેઓલની જૂની આઈકોનિક ફિલ્મોને માત આપી છે. 'બંટવારા 1947'એ ચોથા દિવસે રૂપિયા 2 કરોડની કમાણી કરી છે. જેની સામે 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય' એ ચોથા દિવસે રૂપિયા 1.58 કરોડ અને બ્લોકબસ્ટર 'ગદર: એક પ્રેમ કથા'એ ચોથા દિવસે રૂપિયા 1.45 કરોડની કમાણી કરી હતી.
સની દેઓલની સોમવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો:
સની દેઓલની ફિલ્મોના ચોથા દિવસ (સોમવાર) ના કલેક્શનની યાદીમાં 'બોર્ડર ટુ' (રૂપિયા 59 કરોડ) પ્રથમ સ્થાને અને 'ગદર ટુ' (રૂપિયા 38.70 કરોડ) બીજા સ્થાને છે. ત્યારબાદ 'જાટ' (રૂપિયા 14 કરોડ), 'યમલા પગલા દીવાના' (રૂપિયા 4.43 કરોડ), 'યમલા પગલા દીવાના ટુ' (રૂપિયા 3.30 કરોડ), 'સિંહ સાહબ ધ ગ્રેટ' (રૂપિયા 2.43 કરોડ) પછી 'બંટવારા 1947' (રૂપિયા 2 કરોડ) સાતમા સ્થાને સ્થાન મેળવ્યું છે.
પોતાની જ 10 ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને ચાર દિવસમાં માત આપી:
'બંટવારા 1947' ના માત્ર 4 દિવસના રૂપિયા 28.50 કરોડના કલેક્શને સની દેઓલની ઘણી ફિલ્મોના લાઈફટાઈમ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમાં 'અપને' (રૂપિયા 22.07કરોડ), 'પોસ્ટર બોયઝ' ( રૂપિયા 12.73 કરોડ), 'ચૂપ' (રૂપિયા 9.75 કરોડ), 'યમલા પગલા દીવાના ફિર સે' (રૂપિયા 9.60 કરોડ), 'ભૈયાજી સુપરહિટ' ( રૂપિયા 6.25 કરોડ), 'બ્લેન્ક' (રૂપિયા 5.15 કરોડ), 'બિગ બ્રધર' (રૂપિયા 4.94 કરોડ), 'ફોક્સ' (રૂપિયા 2.87 કરોડ), 'મહોલ્લા અસ્સી' (રૂપિયા 1.64 કરોડ) અને 'મહાભારત' (રૂપિયા 1.36 કરોડ) સામેલ છે.